Home Sports Asia Cup 2025 These Three Cricketers Of The Indian Team Did Not Get A Place In The Team

ભારતના આ ત્રણ ક્રિકેટરોને ટીમમાં ન મળ્યું સ્થાન : શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાંથી 'આઉટ'!

ભારતના આ ત્રણ ક્રિકેટરોને ટીમમાં ન મળ્યું સ્થાન
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 11:09 AM IST

એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ રમવા માટે યુએઈ જનારા 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા. 3 મોટા ક્રિકેટરો, જેમણે સારું પ્રદર્શન કર્યું હતું, તેઓ ટીમમાં સ્થાન ન મળ્યું. અજિત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ ઐયરનું નામ લીધું અને કહ્યું કે, જો તેને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો તો, તે ભૂલ ન તો તેની છે કે ન તો અમારી. એટલે કે, અજીત અગરકરે કહેવા માંગતા હતા કે, શ્રેયસને ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. ભારતીય ટીમમાં આ 3 ખેલાડીઓની ગેરહાજરીથી ચાહકો પણ આશ્ચર્યચકિત છે.

શ્રેયસ ઐયરએવું માનવામાં આવી રહ્યું હતું કે, શ્રેયસ ઐયરને એશિયા કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવશે. ipl માં અને તે પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. પરંતુ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. આનાથી બધા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેના T20 આંતરરાષ્ટ્રીય પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેણે 51 મેચોમાં 1104 રન બનાવ્યા છે, જેમાં 8 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. "શ્રેયસ ઐયરનો કોઈ વાંક નથી. તેણે ફક્ત પોતાની તકની રાહ જોવી પડી છે. તમારે મને કહેવું પડશે કે તમે તેની જગ્યાએ કોને લેશો?" અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું.

યશસ્વી જયસ્વાલટીમમાં સામેલ ન કરાયેલું બીજું મોટું નામ યશસ્વી જયસ્વાલ છે. જયસ્વાલ એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા છે, જોકે પસંદગીકારોએ તેમને ટીમમાં પસંદ કર્યો નથી. જયસ્વાલે ભારત માટે 23 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 164.31 ના સ્ટ્રાઇક રેટથી 723 રન ફટકાર્યા છે.

મોહમ્મદ સિરાજઇંગ્લેન્ડ પ્રવાસ પર પોતાની ઘાતક બોલિંગથી પ્રભાવિત કરનાર મોહમ્મદ સિરાજને પણ એશિયા કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તેણે ઇંગ્લેન્ડમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ તેને T20 ટીમમાં સ્થાન મળ્યું ન હતું. સોશિયલ મીડિયા પર પણ ચાહકો આ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોહમ્મદ સિરાજના T20 રેકોર્ડની વાત કરીએ તો, તેને ખૂબ જ ઓછી તકો મળી છે. સિરાજે 16 મેચોમાં 14 વિકેટ લીધી છે. પરંતુ ઈંગ્લેન્ડમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું, તેનાથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે.

ભારતીય ટીમની સ્ક્વાડ:

સુર્યકુમાર યાદવ(કપ્તાન), શુભમન ગિલ(ઉપ કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન(વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડયા, રીન્કુ સિંહ, જીતેશ શર્મા(વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દૂબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રન, જસપ્રીત બુમરાહ, અને અર્શદીપ સિંહ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now