Home Sports Asia Cup 2025 Team India Star Bowler Jasprit Bumrah Ready To Play In Asia Cup

શું Jasprit Bumrah એશિયા કપ રમશે?? : ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા મોટું અપડેટ આવ્યું સામે

શું Jasprit Bumrah એશિયા કપ રમશે??
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 09:20 AM IST

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સતત ચર્ચાનો વિષય છે. તેની ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. ઈંગ્લેન્ડમાં ફક્ત 3 ટેસ્ટ મેચ રમ્યા બાદ, તે ટોલર્સના નિશાના પર છે અને એશિયા કપમાં ભાગ લેશે કે નહીં તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાતમાં યોજાવાનો છે, જે આ વખતે T20 ફોર્મેટમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત મંગળવાર, 19 ઓગસ્ટના રોજ થવાની છે. તે પહેલા જસપ્રીત બુમરાહએ સિલેક્શન સમિતિને સ્પષ્ટપણે કહ્યું છે કે તે એશિયા કપમાં રમવા માટે ઉપલબ્ધ છે અને ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે બોલિંગની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે.

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી ચાલુ થશે

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો પહેલી મેચ 9 સપ્ટેમ્બરે યુએઈ સામે છે. આ મેચ દ્વારા જસપ્રીત બુમરાહ લગભગ 45 દિવસ પછી કોઈ મેચમાં બોલિંગ કરશે. તેને 23 થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે છેલ્લી મેચ રમી હતી, જેમાં તેને ચોથા અને પાંચમા દિવસે બોલિંગ કરી ન હતી. આ પરિસ્થિતિમાં જસપ્રીત બુમરાહને ત્યારથી લાંબો બ્રેક મળ્યો છે, જે તેના માટે ફિટનેસ પાછી મેળવવા માટે મહત્વપૂર્ણ છે. જસપ્રીત બુમરાહ 29 જૂન 2024 પછી આ ફોર્મેટમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now