Home Sports Asia Cup 2025 Indian Team Announced Ajit Agarkar And Captain Suryakumar Yadav Present

Asia Cup 2025 ; ભારતીય ટીમની થઈ જાહેરાત : કેપ્ટન સુર્યકુમાર યાદવ, જાણો ટીમમાં કોને મળ્યું સ્થાન

Asia Cup 2025 ; ભારતીય ટીમની થઈ જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 11:39 AM IST

India Asia Cup 2025 Squad Announcement: એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ) સચિવ દેવજીત સૈકિયા સાથે મુલાકાત કરીને ટીમની જાહેરાત કરી. ભારતીય ટીમનો હવે આવનાર મહિને 9 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ 2025 ની ટીમને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી. જે ટીમની જાહેરાત આજે અજીત અગરકર અને સુર્ય કુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરી.

ભારતીય ટીમ સ્ક્વાડ:

સુર્યકુમાર યાદવ(કપ્તાન), શુભમન ગિલ(ઉપ કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન(વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડયા, રીન્કુ સિંહ, જીતેશ શર્મા(વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દૂબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, અને અર્શદીપ સિંહ.

ઉપ-કેપ્ટનમાં ફેરફાર

સૂર્યકુમાર યાદવ કેપ્ટન બન્યા પછી ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી કોઈ T20 સીરિઝ ગુમાવી નથી. તે એશિયા કપમાં પણ કેપ્ટનશીપ કરશે, પરંતુ અક્ષર પટેલને ઉપ કપ્તાનીના પદમાંથી હટવામાં આવ્યો છે, જેના કારણે ઉપ-કેપ્ટની શુભમન ગિલને સોંપવામાં આવી છે. ગિલ જુલાઈ 2024 માં શ્રીલંકા સામેની સીરિઝ પછી કોઈ T20 સીરિઝ રમ્યો ન હતો, તેથી તે લગભગ 13 મહિના પછી T20 ટીમમાં પાછો ફરશે.

શ્રેયસ ઐયરનો સમાવેશ થતો નથી

શ્રેયસ ઐયર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે ટુર્નામેન્ટમાં કુલ 243 રન બનાવ્યા હતા, જ્યારે IPL 2025 સીઝન પણ તેના માટે શાનદાર રહી હતી. કેપ્ટન તરીકે, તેણે પંજાબને ફાઇનલમાં પહોંચાડ્યું, જ્યારે વ્યક્તિગત રીતે તેણે 50.33 ની શાનદાર એવરેજથી 604 રન બનાવ્યા. આટલું શાનદાર ફોર્મ હોવા છતાં, પસંદગીકારોએ તેને એશિયા કપ ટીમમાં સામેલ કર્યો નથી. મોહમ્મદ સિરાજ વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તેમને ઇંગ્લેન્ડ સામેની સીરિઝ પછી આરામ આપવામાં આવ્યો છે.

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરને આંચકો

કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઐયરે 600 થી વધુ રન બનાવ્યા. રાહુલે પણ ઘણા રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલે અપેક્ષા મુજબ ઝડપથી રન બનાવ્યા. ત્રણેય ટીમમાં સ્થાન મેળવવાને લાયક હતા, પરંતુ બધાને આશ્ચય લાગ્યો છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ઘણી વિકેટ લેનારા મોહમ્મદ સિરાજને પણ ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

શુભમન ગિલ અને જીતેશ શર્માનું કમબેક

IPL 2025માં 650 રન બનાવનાર ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે, પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત, આઈપીએલ 2025 માં ફિનિશર તરીકે ઉભરી આવેલા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને પણ એશિયા કપની 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now