Asha Bhosle property: દિગ્ગજ પ્લેબેક સિંગર આશા ભોંસલેના 12 એપ્રિલ, 2026ના રોજ 92વર્ષની વયે નિધન પછી તેમની વારસાગત સંપત્તિ અને વારસદારો વિશે ચર્ચાઓ જોર પકડી છે. અંદાજિત 100થી 250 કરોડ રૂપિયાની સંપત્તિ (રિયલ એસ્ટેટ, રોયલ્ટી, રેસ્ટોરાં ચેઇન અને અન્ય બિઝનેસ)ના વિતરણ વિશે અત્યારે કોઈ સત્તાવાર વિલ જાહેર થયો નથી, પરંતુ પરિવારની સ્થિતિને જોતાં મોટો હિસ્સો તેમના એકમાત્ર જીવિત પુત્ર આનંદ ભોંસલેને મળવાની પ્રબળ શક્યતા છે.
આશા ભોંસલેની સંપત્તિનો મુખ્ય સ્ત્રોત
તેમની 70+ વર્ષની સંગીત કારકિર્દી, હજારો ગીતોની રોયલ્ટી, લાઇવ કોન્સર્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી રેસ્ટોરાં ચેઇન છે. મુંબઈ અને પુણેમાં તેમની મૂલ્યવાન પ્રોપર્ટીઝ (જેમ કે પેદ્દર રોડનું પ્રભુ કુંજ) અલગથી 80 થી 100 કરોડની આસપાસ માનવામાં આવે છે.
આ પણ વાંચો: શું હતી આશા ભોંસલેની છેલ્લી ઈચ્છા? : નિધન બાદ સામે આવ્યો હૃદય સ્પર્શી વીડિયો, જાણો શું કહ્યું
પરિવારની સ્થિતિ
મોટા પુત્ર હેમંત ભોંસલે અને દીકરી વર્ષા ભોસલેનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.
એકમાત્ર જીવિત સંતાન આનંદ ભોસલે છે, જેમણે માતાની કારકિર્દી અને બિઝનેસને છેલ્લા વર્ષોમાં સંભાળ્યા છે.
પરિવારમાં તેમની પૌત્રી ઝનાઈ ભોંસલે પણ છે, જે વારસામાં ભાગ લઈ શકે છે.
અત્યાર સુધીની માહિતી અનુસાર આનંદ ભોંસલે જ સંપત્તિના વ્યવસ્થાપન અને વિતરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. કાનૂની વારસાગત નિયમો અને કોઈ વિલ હોય તો તે અનુસાર જ અંતિમ નિર્ણય થશે. આશા તાઈએ સંગીત જગતને અમૂલ્ય વારસો આપ્યો છે, તેમની સંપત્તિનું વિતરણ પણ તેમના પરિવારની ઇચ્છા અને કાયદા મુજબ જ થાય તેવી આશા છે.






