Home Entertainment Asha Bhosle Last Wish Viral Video Gujarati

શું હતી આશા ભોંસલેની છેલ્લી ઈચ્છા? : નિધન બાદ સામે આવ્યો હૃદય સ્પર્શી વીડિયો, જાણો શું કહ્યું

Asha Bhosle
Published by: Suman Dabhi
Last Updated: Apr 13, 2026, 11:08 AM IST

Asha Bhosle: હિન્દી સિનેમાની સૂરોની મલ્લિકા, આશા ભોંસલે હવે આ દુનિયામાં નથી. પોતાની મધુર અને અમર ગાયકીથી લાખો દિલોમાં વસી ગયેલી આશા ભોસલેનું 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે 13 એપ્રિલે સાંજે 4 વાગ્યે થવાના છે. આશા ભોંસલે ના નિધન બાદ તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી હતી.

લગભગ એક વર્ષ પહેલા એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલના પોડકાસ્ટમાં આશા ભોસલેએ કહ્યું હતું:

“મારી ઈચ્છા એ જ છે કે હું ગાતા-ગાતા જ દુનિયામાંથી વિદાય લઉં. ગાવું એ જ મારી લાઈફ છે. બાળપણથી ગાયું છે. આખી જિંદગી સંગીતમાં વીતી ગઈ છે. હવે એવી ઈચ્છા છે કે ગાતા-ગાતા મારા પ્રાણ નીકળે. મને સૌથી વધુ ખુશી એ વાતની થશે કે હું ગાતા-ગાતા જાઉં.”

આ વીડિયો જોઈને ફેન્સ ભાવુક બની ગયા છે. ઘણા લોકો આશા ભોસલેને ભીની આંખે યાદ કરી રહ્યા છે અને તેમની આ છેલ્લી ઈચ્છાને હૃદયથી સ્પર્શ કરી રહ્યા છે.

આ પણ વાંચો: આશા ભોંસલેની પૌત્રી છે બોલિવુડની સુપરસ્ટાર : 16 વર્ષની ઉંમરે સલમાન ખાન સાથે મળી હતી ફિલ્મની ઓફર! જાણો સફળતાની અજાણી વાર્તા

સંગીતની દુનિયામાં અનોખું સ્થાન

દાયકાઓ સુધી હિન્દી ફિલ્મ મ્યુઝિક પર રાજ કરનાર આશા ભોંસલેના અવાજે અસંખ્ય ગીતોને અમર બનાવ્યા છે. 3 વર્ષની ઉંમરે પિતાની પ્રેરણાથી ક્લાસિકલ સંગીતની શરૂઆત કરનાર આશા ભોસલેએ 80 વર્ષથી વધુ સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અજોડ યોગદાન આપ્યું છે. તેમના નિધનથી સંગીત જગતમાં એવું ખાલીપણું આવ્યું છે જેની ભરપાઈ શક્ય નથી. પરંતુ તેમના અમર ગીતો આજે પણ લોકોના દિલમાં જીવંત છે અને હંમેશા રહેશે. આશા ભોસલેની આ છેલ્લી ઈચ્છા તેમના સંગીત પ્રત્યેના અતૂટ પ્રેમનું જીવંત પ્રતીક છે.

"ગાતા-ગાતા જ વિદાય..." – આ વાક્ય આજે દરેક આશા ભોસલે પ્રેમીના હૃદયમાં ગુંજી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now