Home International Asaduddin Owaisi Opposes Asia Cup 2025 India Pakistan Cricket Match After Terror Attack

"લોહી અને પાણી એકસાથે નહીં તો ક્રિકેટ કેમ"?? : અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં ભારત પાકિસ્તાન મેચને લઈ ઉઠાવ્યા સવાલ

"લોહી અને પાણી એકસાથે નહીં તો ક્રિકેટ કેમ"??
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 06:49 AM IST

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એશિયા કપ 2025માં થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈ સંસદમાં જોરદાર વિરોધ કર્યો હતો.

"લોહી અને પાણી એકસાથે નહીં તો ક્રિકેટ કેમ"??

અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલાના પાંચ મહિના પછી પણ તેમનો અંતરાત્મા તેમને મેચ જોવાની મંજૂરી આપતો નથી.ઓવૈસીએ વધુમાં કહ્યું જ્યારે પાકિસ્તાનના વિમાનો ભારતમાં આવી શકતા નથી, તેમની બોટ ભારતીય જમીન પર રહેલા પાણીમાં આવી શકતી નથી, પાકિસ્તાન સાથેનો વેપાર બંધ છે, તો પછી આપણે ક્રિકેટ મેચ કેવી રીતે રમી શકીએ? જો લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, છતાં તમે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમશો?

એશિયા કપ 2025નું શેડ્યૂલ ત્રણ દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે યોજાવાની છે. ઓવૈસીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા દરમિયાન ભારત અને પાકિસ્તાન મેચ અંગે સંસદમાં આ વતા રાખી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now