Home Gujarat Arvind Kejriwals Arrival In Gujarat

અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન : ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર, વિસાવદરની ચૂંટણીને ગણાવી સેમીફાઈનલ

અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 04:51 PM IST

વિસાવદરમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતીથી જીત મળી, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આ તકનો લાભ ઉઠાવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે આપનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી પહોચ્યા છે.

1 જુલાઈને મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થયુ હતું. જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતુ. મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને વિસાવદરની ચૂંટણીને સેમીફાઈનલ ગણાવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now