Home National Arvind Kejriwal Meets Sonam Wangchuk Jantar Mantar Paper Leak

જંતર-મંતર પર સોનમ વાંગચુકને મળ્યા અરવિંદ કેજરીવાલ : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની કરી માંગ

પેપર લીક વિરોધી આંદોલન દરમિયાન સોનમ વાંગચુક સાથે મુલાકાત કરતા અરવિંદ કેજરીવાલ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 16, 2026, 02:24 PM IST

Jantar-Mantar: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે આબોહવા કાર્યકર સોનમ વાંગચુકની મુલાકાત લઈને તેમના અનિશ્ચિતકાલીન ઉપવાસને સમર્થન આપ્યું હતું. પેપર લીકના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી.

'વિદ્યાર્થીઓ અને યુવાનોની વાત સાંભળવી જોઈએ'

કેજરીવાલે જણાવ્યું કે દેશમાં દર વર્ષે પરીક્ષાના પેપર લીક થવાને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે વિદ્યાર્થીઓ, યુવાનો અને સોનમ વાંગચુક દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ગંભીરતાથી સાંભળવામાં આવે. તેમણે કહ્યું કે પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા દેશની જરૂરિયાત છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે પેપર લીકની સતત ઘટનાઓની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. તેમણે વ્યંગાત્મક અંદાજમાં એમ પણ કહ્યું કે સોનમ વાંગચુકને દેશના શિક્ષણમંત્રી બનાવવામાં આવે, કારણ કે તેઓ વિદ્યાર્થીઓના હિત માટે લડી રહ્યા છે.

અન્ના આંદોલનની યાદ તાજી કરી

કેજરીવાલે વર્ષ 2011ના અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની યાદ તાજી કરતાં કહ્યું કે તેઓ એ જ જંતર-મંતર પર અન્ના હજારે સાથે બેઠા હતા. તેમણે દાવો કર્યો કે તે સમયની સરકારે લોકોની વાત ન સાંભળી અને અહંકારને કારણે સત્તા ગુમાવવી પડી હતી. સરકારોએ જનતાના અવાજને અવગણવો ન જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો.

આ પણ વાંચો: ઓડિશાના પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ : 1 શ્રદ્ધાળુનું મોત; 100થી વધુ ઘાયલ, ભારે વરસાદ વચ્ચે યાત્રા રુટ પર 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર

વાંગચુકના સંઘર્ષની કરી પ્રશંસા

કેજરીવાલે સોનમ વાંગચુકના અનિશ્ચિતકાલીન ઉપવાસની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ પોતાના માટે નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય માટે લડી રહ્યા છે. આંદોલનમાં જોડાયેલા તમામ લોકોના સંઘર્ષ અને બલિદાનને પણ તેમણે બિરદાવ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now