આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે IIT બેચમેટ સંભવ જૈન સાથે લગ્ન કર્યા છે. આ દંપતીએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં લગ્ન કર્યા હતા, જ્યાં બંને પરિવારો સિવાય, માત્ર કેટલાક પસંદગીના લોકોએ હાજરી આપી હતી.
કેજરીવાલ અને તેમની પત્ની સુનીતા ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત ઘણા મંત્રીઓ અને નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. સગાઈ બાદ હવે આજે હર્ષિતા અને સંભવ જૈનના લગ્ન થઈ ગયા. બંનેના લગ્ન કપૂરથલા હાઉસમાં થયા હતા. લગ્નમાં ખૂબ જ મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સંભવ જૈન શું કરે છે?
સંભવ જૈન જીની કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંભવ જૈન અને હર્ષિતાએ થોડા મહિના પહેલા સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. બંને એકબીજાને પહેલેથી જ ઓળખે છે અને હવે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે. શાંગરી-લા હોટેલમાં આયોજિત સગાઈ સમારોહમાં બંને પરિવારના માત્ર નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
સગાઈ સમારોહમાં કોઈ સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, AAPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશી પણ સમારંભમાં હાજર ન હતા. આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને તેમના પત્ની પણ હાજર હતા.
20મી એપ્રિલે રિસેપ્શન
સૂત્રોના જણાવ્યા અનુસાર હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનનું રિસેપ્શન 20 એપ્રિલે યોજાશે. જો કે આ કાર્યક્રમ ક્યાં યોજાશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. 29 વર્ષની હર્ષિતા, કેજરીવાલની મોટી પુત્રી અને IIT દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેના ભાઈ પુલકિતે પણ JEEમાં સફળતા હાંસલ કરી છે. અરવિંદ કેજરીવાલ પોતે પણ IIT ખડગપુરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.





