ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની સાથે દેશની અંદર ચાલતા સેનાના રાજકારણ અંગે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું, 'સેનાને રાજકારણમાં ન ખેંચવું જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે સેના પ્રમુખે કહ્યું હતું કે લદ્દાખ સેક્ટરમાં ઘૂસણખોરી થઈ છે જેના પર સેના પ્રમુખે જવાબ આપ્યો
અમે ચીન સાથે સંવાદનો માર્ગ અપનાવ્યો છે
સમાચાર એજન્સી ANI દ્વારા પ્રસારિત પોડકાસ્ટમાં સેના પ્રમુખે કહ્યું, "અમે ચીન સાથે સંવાદના માર્ગને આગળ વધાર્યો છે. ભારત અને ચીન વચ્ચેની વાતચીતથી તમામ શંકાઓ દૂર થશે. અમે બંને દેશો વચ્ચે કોઈ તણાવ નથી ઈચ્છતા. આ માટે અમે કોર્પ્સ કમાન્ડર્સને તેમના સ્તરે નિર્ણય લેવાની સત્તા આપી છે. તેમને કોઈની પરવાનગીની જરૂર નથી.
અગાઉ કહેવામાં આવ્યું હતું કે ઓર્ડર દિલ્લીથી આવશે
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, "અગાઉ, અમને પહેલાં સરહદ પારથી કહેવામાં આવતુ કે તમારો ઓર્ડર દિલ્લીથી આવશે પણ અમે અહીંથી ગોળીબાર કરીશું. ઉપેન્દ્ર દ્વિવેદી સેનામાં મહિલાઓને સામેલ કરવાના હિમાયતી રહ્યા છે. તેમણે ફરીથી દેવી કાલીની જેમ મહિલાઓને સેનામાં સામેલ કરવા વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શસ્ત્રોના વેચાણ અંગે સેના પ્રમુખે કહ્યું હતું કે, "આપણને હવે વિદેશોમાં મોકલી રહ્યાં છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે હથિયારો બનાવતી કંપનીઓને સરળતાથી લાઇસન્સ મળી રહ્યા છે અને તેમને છૂટ પણ મળી રહી છે. ભારત હંમેશા પહેલા વાત કરવાનો રસ્તો શોધે છે, પરંતુ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે યુદ્ધમાંથી પીછેહઠ નહીં કરીએ.





