Home International Army Airforce Navy Operation Sindoor Joint Pc Government Of India

ઓપરેશન સિંદૂરથી પહલગામ આતંકી હુમલાનો ભારતે લીધો બદલો : ભારતે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને ઉડાવ્યા આતંકના અડ્ડા, નાપાક પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

ઓપરેશન સિંદૂરથી પહલગામ આતંકી હુમલાનો ભારતે લીધો બદલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 09:38 AM IST

Operation Sindoor: સેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદઃવિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યુંકે, પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પોસતું આવ્યું છે. પાકિસ્તાન ભવિષ્યમાં પણ ભારત પર કોઈ હુમલો કરાવી શકે છે. આજે ભારતે પોતાના અધિકારોનો ઉપયોગ કર્યો છે. ભારતે કોઈપણ બાબતે વળતો જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. આતંકવાદ વિરુદ્ધ ભારતે જોખી જોખીને કાર્યવાહી કરી છે. ક્રોસ બોર્ડર ટેરેરિઝમનો પાકિસ્તાનનો ખુબ જૂનો ઈતિહાસ છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદને પાળી પોસીને મોટું બનાવતું રહ્યું છે. આતંરરાષ્ટ્રીય સ્તર પર પણ આ અંગે ભારત ઘણીવાર પુરાવાઓ રજૂ કરી ચુક્યું છે.

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યુંકે, પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ-કશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકી કેમ્પ પર કાર્યવાહી કરવામાં આવી છે. 9 જગ્યાઓ પર ભારત દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ લક્ષ્યોની પસંદગી ઈન્ટેલિજન્સના આધારે કરવામાં આવી છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છેકે, કોઈ લશ્કર-એ-તૈયબાનું પીઓકે નજીકનું ટ્રેનિંગ સેન્ટર સૌથી પહેલાં ઉડાવવામાં આવ્યું. ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી સચોટ માહિતી બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આતંકી કેમ્પો પર હુમલો કરવામાં આવ્યો. જ્યા 2008ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ હેડલીની ટ્રેનિંગ થઈ હતી તે સ્થળને પણ ટાર્ગેટ બનાવીને ભારતે કાર્યવાહી કરી છે. 

વ્યોમિકા સિંહ, વાયુસેનાના અધિકારીએ જણાવ્યુંકે, સ્પેશિફિક બિલ્ડિંગ કે ગ્રૂપ ઓફ બિલ્ડિંગને ટાર્ગેટ બનાવવામાં આવી છે. કોઈપણ સિવિલયન એટેલેકે, કોઈપણ નાગરિકોને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું. ભારતીય સેનાએ ખુબ જવાબદારી પૂર્વક આ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું છે. 25 મિનિટંમાં 9 આતંકી સ્થળોના કુલ 21 ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવી છે એરસ્ટ્રાઈક. રાત્રે 1 વાગ્યાને 5 મિનિટથી લઈને દોઢ વાગ્યા સુધીના સમયમાં ચાલ્યું ઓપરેશન સિંદૂર. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now