Aprilia RS 457 And Tuono 457 Price Cut : ભારતીય બજારમાં પાવરફુલ બાઇકસ અને સ્કૂટર વેચતી કંપની Aprilia એ તેના ગ્રાહકોને મોટી ખુશખબર આપી છે, જેમાં Aprilia ની બે સૌથી લોકપ્રિય બાઇકની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે. Aprilia RS 457 અને Tuono 457 ની કિંમતોમાં 29000 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે GST દરમાં સુધારા પછી, Aprilia ની આ બે શાનદાર બાઇક્સની કિંમતોમાં વધારો થયો હતો અને કિંમતમાં સુધારો કરીને, કંપનીએ બજેટ સેગમેન્ટના પાવરફુલ સ્પોર્ટ્સ અને નેકેડ સ્ટ્રીટ બાઇક પ્રેમીઓની ઇચ્છાઓ પૂર્ણ કરી છે. આ સાથે, Aprilia એ એક સ્પેશિયલ એડિશન અને નવા કલર ઓપ્શન પણ રજૂ કર્યા છે.
Aprilia RS 457 And Tuono 457 ની નવી કિંમત
2026 Aprilia RS 457 અને Tuono 457 મોડલની કિંમતો વિશે વાત કરીએ. GST 2.0 હેઠળ Aprilia RS 457 ની કિંમત ₹4.51 લાખ હતી, પરંતુ હવે 2026 મોડલની કિંમત ₹29,000 ઘટાડી દેવામાં આવી છે, જેના કારણે તે ₹4.22 લાખમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. આ બાઇકમાં Coral Snake Blue, Arsenic Yellow, Opalescent Light, Prismatic Dark અને Racing Stripes કલર ઓપ્શન મળે છે. તેવી જ રીતે, Aprilia Tuono 457 ની કિંમત ₹4.24 લાખ હતી, પરંતુ હવે તેની કિંમત ₹27,000 ઘટાડી દેવામાં આવી છે, જેના કારણે તેની નવી એક્સ-શોરૂમ કિંમત ₹3.97 લાખ થઈ ગઈ છે. Aprilia Tuono 457 ને Puma Grey અને Piranha Red કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. વધુમાં, નવી Aprilia RS 457 GP Replica ની કિંમત ₹4.37 લાખ, એક્સ-શોરૂમ છે. Aprilia RS 457 GP Replica માં GP Replica સ્પેશિયલ કલર ઓપ્શન મળે છે.
સ્પોર્ટી ડિઝાઇન સાથે નવી બાઇક
નવી Aprilia RS 457 GP Replica એડિશન સ્પોર્ટી ડિઝાઇન અને અન્ય ઘણા અનોખા ફીચર્સ પ્રદાન કરે છે. તેમાં નવા ગ્રાફિક્સ અને કલર ઓપ્શન, એડજસ્ટેબલ ક્લચ, બ્રેક લીવર અને બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર સ્ટાન્ડર્ડ મળે છે. જો તમને અન્ય રંગ વેરિઅન્ટમાં બાય-ડાયરેક્શનલ ક્વિકશિફ્ટર જોઈએ છે, તો તમારે વધારાના ₹25,000 ચૂકવવા પડશે. Aprilia RS 457 ની તુલનામાં, Aprilia RS 457 GP Replica લગભગ ₹15,000 મોંધી છે.
Aprilia RS 457 અને Tuono 457 ના ફીચર્સ
આ Aprilia બાઇકના ફીચર્સની વિશે વાત કરીએ: તેમાં 457cc, લિક્વિડ-કૂલ્ડ, પેરેલલ-ટ્વીન એન્જિન છે જે 47.6 PS પાવર અને 43.5 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ સાથે આવે છે. RS 457 અને Tuono 457 માં ટ્વીન-બીમ એલ્યુમિનિયમ ફ્રેમ, પ્રીલોડ-એડજસ્ટેબલ ફ્રન્ટ ફોર્ક્સ, રીઅર મોનોશોક સસ્પેન્શન, ડિસ્ક બ્રેક્સ, 17-ઇંચના એલોય વ્હીલ્સ, ડ્યુઅલ-ચેનલ ABS, સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ, રાઇડ-બાય-વાયર થ્રોટલ, 5-ઇંચની TFT ડિસ્પ્લે, ઓલ-LED લાઇટ્સ અને 13-લિટર ફ્યુઅલ ટાંકી સહિત અન્ય ફીચર્સ જોવા મળે છે.




















