Home Tech/Gadgets Apple Iphone 20 Leaks Solid State Buttons All Glass Design 2027

બટન વગરનો iPhone! : શું Apple 20મી વર્ષગાંઠ પર લોન્ચ કરશે 'ઓલ-ગ્લાસ' મેજિક? જુઓ કેવા છે દમદાર ફીચર્સ

Apple Solid State Buttons, iPhone 20th Anniversary Edition
Published by: Nirali Gohil
Last Updated: May 06, 2026, 11:57 AM IST

Apple iPhone 20 Anniversary Edition: ટેક જગતની દિગ્ગજ કંપની Apple હંમેશા તેના આઈફોન દ્વારા દુનિયાને ચોંકાવતી રહી છે. હવે ચર્ચાઓ વહેતી થઈ છે કે Apple તેની 20મી વર્ષગાંઠ એટલે કે વર્ષ 2027માં એક એવો iPhone લોન્ચ કરી શકે છે જે અત્યાર સુધીના તમામ મોડલ્સ કરતાં સાવ અલગ હશે. રિપોર્ટ્સ મુજબ, 'iPhone 20' માં ફિઝિકલ બટન્સને હંમેશા માટે અલવિદા કહી દેવામાં આવશે અને તેને બદલે સોલિડ-સ્ટેટ બટન્સ (Solid-State Buttons) અને ફુલ ગ્લાસ બોડી આપવામાં આવશે. આ ખાસ એડિશન ડિવાઇસને લઈને સોશિયલ મીડિયા અને ટેક માર્કેટમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. Apple જે રીતે ટચસ્ક્રીન ટેક્નોલોજીમાં ક્રાંતિ લાવ્યું હતું, તેવી જ રીતે હવે તે ફોનમાંથી બાકી રહેલા મિકેનિકલ બટનોને પણ હટાવીને એક "સીમલેસ" અને પ્રીમિયમ અનુભવ આપવાની તૈયારીમાં છે.

શું છે આ સોલિડ-સ્ટેટ બટન ટેક્નોલોજી?

સોલિડ-સ્ટેટ બટનો વર્તમાન ફિઝિકલ બટનો (જેને આપણે દબાવી શકીએ છીએ) થી તદ્દન અલગ છે. આ બટનો મિકેનિકલ સિસ્ટમને બદલે પ્રેશર-સેન્સિટિવ ટેક્નોલોજી પર કામ કરે છે. એટલે કે, ફોનની સાઇડમાં કોઈ બટન ઉપરની તરફ ઉપસેલું નહીં હોય, પરંતુ તે સપાટી પર માત્ર સ્પર્શ કરવાથી કે હળવું દબાણ આપવાથી કાર્ય કરશે. આ ટેક્નોલોજીની ખાસિયત એ છે કે તે અત્યંત સ્મૂથ ડિઝાઇન પ્રદાન કરે છે. Apple હાલમાં આ બટનોનું કડક પરીક્ષણ કરી રહ્યું છે, જેથી ખાતરી કરી શકાય કે હાથમાં ગ્લોવ્સ પહેર્યા હોય, હાથ ભીના હોય કે પછી ફોન પર કવર લગાવેલું હોય તો પણ તે ચોકસાઈથી કામ કરે.

AI હવે ધરતી પર નહીં, અંતરિક્ષમાં શીખશે: Pixxel-Sarvamની નવી પહેલ: Pixxel-Sarvamની નવી પહેલ

અલ્ટ્રા-લો પાવર ચિપથી મળશે પાવર

આ હાઈ-ટેક બટનોને ચલાવવા માટે Apple એક ખાસ 'અલ્ટ્રા-લો પાવર ચિપ'નો ઉપયોગ કરી શકે છે. આ ચિપની મદદથી જો આઈફોન સ્વીચ ઓફ (બંધ) હશે, તો પણ સોલિડ-સ્ટેટ બટનો કામ કરી શકશે. ઓક્ટોબર 2025 સુધીમાં આ સિસ્ટમનું વેરિફિકેશન પૂર્ણ થઈ જવાની શક્યતા છે, જે ભવિષ્યના સંપૂર્ણ ગ્લાસ બોડીવાળા iPhone માટે પાયો નાખશે.

પોડકાસ્ટ દુનિયામાં AIનો કબ્જો?: માહિતી સામે ઓથેન્ટિસિટીનો પ્રશ્ન

iPhone 20 ના સંભવિત ધાંસુ ફીચર્સ

માત્ર બટન્સ જ નહીં, પરંતુ iPhone 20 માં અન્ય ઘણા ફ્યુચરિસ્ટિક ફીચર્સ જોવા મળી શકે છે:

  • અંડર-ડિસ્પ્લે Face ID: સ્ક્રીનની અંદર જ ફેસ આઈડી સેન્સર હશે, જેથી નોચ કે ડાયનેમિક આઈલેન્ડની જરૂર નહીં રહે.

  • અંડર-ડિસ્પ્લે કેમેરા: સેલ્ફી કેમેરા પણ સ્ક્રીનની અંદર છુપાયેલો હશે, જે ફોનને ફૂલ-સ્ક્રીન લુક આપશે.

  • ડ્યુઅલ-લેયર OLED સ્ક્રીન: iPad Pro જેવી જ શક્તિશાળી અને બ્રાઈટ ડિસ્પ્લે આ ફોનમાં મળી શકે છે.

  • દમદાર બેટરી: રિપોર્ટ અનુસાર, તેમાં 6,000mAh ની મોટી બેટરી અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગની સુવિધા હોઈ શકે છે.

WhatsApp એ યુઝર્સને આપ્યો ઝટકો: હંમેશા માટે હટાવી રહ્યું છે આ ખાસ ફીચર

સ્ક્રેચની ચિંતા છોડો: મળશે 'Ceramic Shield Ultra'

નવા રિપોર્ટ મુજબ, iPhone 20 ની ડિસ્પ્લેને સુરક્ષિત રાખવા માટે 'Ceramic Shield Ultra' ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ગ્લાસ એટલો મજબૂત હશે કે જો તમે ખિસ્સામાં ચાવીઓ સાથે ફોન રાખશો તો પણ તેના પર એક પણ સ્ક્રેચ નહીં પડે. જોકે, Apple પ્રેમીઓએ અત્યારે થોડી રાહ જોવી પડશે. આ તમામ વિગતો લીક થયેલા રિપોર્ટ્સ પર આધારિત છે. કંપની જ્યારે સત્તાવાર રીતે આ મોડલ પરથી પડદો ઉઠાવશે ત્યારે જ તેની ખરી ક્ષમતા વિશે જાણી શકાશે. પણ એક વાત નક્કી છે કે Apple 2027માં સ્માર્ટફોનની દુનિયા બદલવા માટે તૈયાર છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now