ભારતના વધુ એક દુશ્મન અને જૈશ-એ-મોહમ્મદ (JeM) ના ટોચના કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરને પાકિસ્તાનમાં ખતમ કરી દેવામાં આવ્યો છે. મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરના મૃત્યુનો વીડિયો વિદેશી મીડિયામાં પણ સામે આવ્યો છે. અબ્દુલ અઝીઝ ભારતમાં ઘણા મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો.
The most Notorious Jaish-E-Mohammad senior leader (Terrorist) Maulana Abdul Aziz Esar is dead (02-06-2025)
— OsintTV 📺 (@OsintTV) June 3, 2025
He was from Ashrafwala, Kallur Kot, Bhakkar District in the Punjab Province of Pakistan
According to JeM sources he died of a heart attack (No confirmation on his death… pic.twitter.com/3Mwgrc9X1a
જૈશના મુખ્યાલયમાં અંતિમ સંસ્કાર
એક વિદેશી મીડિયા ચેનલના ફૂટેજ શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશ-એ-મોહમ્મદના કુખ્યાત અને વરિષ્ઠ આતંકવાદી મૌલાના અબ્દુલ અઝીઝ ઇસરનું 02 જૂનના રોજ મોત થયું હતું. એવું લખવામાં આવ્યું છે કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ભાક્કર જિલ્લાના અશરફવાલા, કલ્લુર કોટનો રહેવાસી હતો. JeM સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું. પરંતુ મૃત્યુના વાસ્તવિક કારણની પુષ્ટિ થઈ નથી. તેના અંતિમ સંસ્કાર પાકિસ્તાનના બહાવલપુર પંજાબમાં JeM મુખ્યાલયના મરકઝમાં કરવામાં આવશે.






