Home Entertainment Andrew Garfield And Monica Barbaro Make Their Relationship Official At Wimbledon

Andrew Garfield અને Monica Barbaro ની જોડી જામી? : વિમ્બલ્ડનમાં દેખાયા સફેદ કપડામાં સજ્જ, હાથમાં હાથ નાખીને..!

Andrew Garfield અને Monica Barbaro ની જોડી જામી?
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 11:06 AM IST

અભિનેતા એન્ડ્રુ ગારફિલ્ડ અને અભિનેત્રી મોનિકા બાર્બારોની પ્રેમ કહાની હવે સત્તાવાર રીતે જગ જાહેર થઇ રહી છે. 6 જુલાઈના રોજ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં બંને એકસાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓ હાથમાં હાથ નાખીને આવ્યા હતા અને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે તેમના સંબંધનો અંદાજ ચાહકોને કરાવ્યો હતો. તેમના ખાસ અંદાઝનો પોઝ પણ પાપારાઝી અને ચાહકોના કેમેરામાં કેદ થયો હતો.


એન્ડ્રુ અને મોનિકા વચ્ચેના સંબંધોને લઈ અફવા ચાલી રહી હતી, જાન્યુઆરી 2025માં જ્યારે બંનેને લોસ એન્જલિસના એક ઈવેન્ટમાં સાથે જોયા ગયા હતા. ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેઓ લંડનમાં જેનાથન બેલીની “Richard II” નાટક દરમિયાન એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા. ત્યારથી તેમની જોડીને લાઈમલાઇટમાં જોવામાં આવી રહી હતી.


વિમ્બલ્ડનમાં તેઓને પ્રથમવાર એકસાથે સત્તાવાર રીતે જોવામાં આવ્યા હતા. બંનેએ રાલ્ફ લોરેનના કોર્ડિનેટેડ આઉટફિટમાં આઇકોનિક લૂક આપ્યું હતું. મોનિકા બાર્બારો સફેદ કલરની સાદી સ્લિપ ડ્રેસ અને સ્ટ્રેપ હિલ્સમાં ખુબ જ સુંદર લાગી રહી હતી, જયારે એન્ડ્રુ ગારફિલ્ડ વાઈટ શર્ટ, ટેઇલર્ડ ટ્રાઉઝર્સ અને શોલ્ડર પર ક્રિમ ટોનની નિટ સ્વેટર સાથે પરંપરાગત વિમ્બલડન લૂકમાં જોવા મળ્યા હતા. તેઓ સોનાય કોર્ટલ અને અનાસ્તાસિયાની મેચ જોવા આવ્યા હતા.


આ પ્રસંગે ચાહકોમાં ઘણી ઉત્સુકતા હતી કારણ કે પહેલી વાર આ સ્ટાર કપલ ખુલ્લેઆમ જોવા મળ્યું હતુ. હવે જ્યારે એવોર્ડ સિઝન નજીક આવી રહી છે, ચાહકો આશા રાખી રહ્યા છે કે આ સ્ટાર જોડી રેડ કાર્પેટ પર પણ સાથે જોવા મળશે. આનંદદાયક વાત એ છે કે જે જોડીએ અત્યાર સુધી પોતાનું ખાનગી જીવન ખૂબજ ગુપ્ત રાખ્યું હતું, તે હવે થોડું વધુ ખુલ્લું થઈને આ સંબંધને સહેજપણ શૈલીભર્યા અંદાજમાં સ્વીકારી રહી છે!.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now