Home Gujarat Anandiben Patel Warns Parents Daughters Behavior Change Sparks Concernharidwar

'ફોન આવતા જ તમારી દીકરી બાજુના રૂમમાં જતી રહે તો ચેતી જજો' : જાણો આ સિવાય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વાલીઓને બીજું શું કહ્યું

Anandiben Patel Warns Parents
Published by: Viral Patel
Last Updated: Mar 27, 2026, 04:56 AM IST

Anandiben Patel Warns Parents: હરિદ્વારના પવિત્ર વાતાવરણમાં પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વર્તમાન સામાજિક પરિસ્થિતિ અને ઘટતા જતા સંસ્કારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને દીકરીઓના ઉછેર અને બદલાતા વર્તનને લઈને વાલીઓને ખૂબ જ માર્મિક અને મહત્વની શિખામણ આપી હતી.

સંતાનોના બદલાતા વર્તન પર નજર રાખવી જરૂરી

આનંદીબેને જણાવ્યું હતું કે, આજના યુગમાં ટેકનોલોજી અને મિત્રતાના નામે ઘણી ગેરસમજો ઊભી થઈ રહી છે. તેમણે વાલીઓને ટકોર કરતા કહ્યું કે, જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને ફોન પર વાત કરતી હોય અને અચાનક જ તે બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે, તો સમજજો કે 'Something is wrong' તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ શંકા નથી, પરંતુ સાવચેતી છે. બદલાતી જીવનશૈલીમાં દીકરા-દીકરીના વર્તન પર નજર રાખવી એ વાલીઓની જવાબદારી છે.

'મિત્રો હોઈ શકે, પણ મિત્રોમાં પણ ફરક હોય છે'

આનંદીબેને મિત્રતાના વિષય પર વાત કરતા સ્વીકાર્યું હતું કે આજના સમયમાં મિત્રો હોવા સ્વાભાવિક છે, પરંતુ મિત્રની પસંદગી અને તેની સાથેના વ્યવહારમાં વિવેક હોવો જોઈએ. તેમણે બહેનોને ખાસ સંબોધતા કહ્યું આપણી નજર હંમેશા દીકરા-દીકરી પર હોવી જોઈએ. મિત્ર કોણ છે અને કેવા છે, તેની જાણકારી વાલીઓને હોવી જોઈએ. દીકરી કોની સાથે ક્યાં જાય છે અને શું વાત કરે છે, તે અંગે સતર્ક રહેવું જરૂરી છે.

મોબાઈલ અને ગુપ્તતા: એક ચેતવણી

વક્તવ્યમાં તેમણે એક સચોટ ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે દીકરી નાની હોય (8-10 વર્ષની) ત્યારે તે મામા, કાકા કે ભાઈના ફોન પર તમારી સામે જ વાત કરે છે. પરંતુ જ્યારે તે મોટી થાય અને અચાનક ફોન આવતા જ બાજુના રૂમમાં જઈને ગુપચુપ વાતો કરવા લાગે, ત્યારે વાલીઓએ ગંભીર થવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે તે બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આ બાબતમાં શંકા છે જ અને વાલીઓએ તેને અવગણવી જોઈએ નહીં. ધ્યાન રાખજો કે યોગ્ય સંસ્કાર અને દેખરેખના અભાવે દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ન જાય.

'મારી કથા તો આજ છે'

સામાન્ય રીતે ભાગવત કથાઓમાં ભક્તિ અને અધ્યાત્મની વાતો થતી હોય છે, પરંતુ આનંદીબેન પટેલે સામાજિક વાસ્તવિકતાને પ્રાધાન્ય આપતા કહ્યું કે કથાઓમાં કદાચ આવી વ્યવહારુ વાતો ન થતી હોય, પણ મારી કથા તો આજ છે કે આપણે આપણા સંતાનોને સાચવીએ અને સંસ્કારોનું પતન થતું અટકાવીએ."

આનંદીબેન પટેલનું આ નિવેદન આજના ડિજિટલ યુગમાં વાલીઓ માટે આંખ ઉઘાડનારું છે. દીકરી પર અતૂટ વિશ્વાસ રાખવો જરૂરી છે, પરંતુ તેની સાથેની પારદર્શિતા જાળવી રાખવી અને તેના વર્તનમાં આવતા નકારાત્મક ફેરફારોને સમયસર પારખવા એ જ આધુનિક વાલીપણાની સફળતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખીચ મેરી ફોટો...ખીચ મેરી ફોટો...!!!
નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના હેઠળ
"5 વર્ષ પહેલાં UCC હોત તો મારી દીકરી જીવતી હોત"
‘મારો ચૂંટણી ખર્ચ માત્ર 15 થી 25 લાખ જ થતો, કલેક્ટર માનવા તૈયાર ન હતા’