Home Health-lifestyle Amla And Aloe Vera Are Best For Hair Growth Use Them In This Way

વાળ માટે વરદાન : હેરગ્રોથ માટે બેસ્ટ છે આમળા અને એલોવેરા, આવી રીતે કરો ઉપયોગ

વાળ માટે વરદાન
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 02:30 PM IST

લાંબા, કાળા અને ઘટાદાર વાળ સૌ કોઈને ગમે છે. શિયાળામાં સૌ કોઈની ફરિયાદ હોય છે કે, તેમના વાળ ઉતરી રહ્યા છે. એવામાં વાળની ચમક પાછી લાવવા માટે તમે આમળા અને એલોવીરાનો ઉપયોગ કરી શકો છો. આ બંનેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. અને તે વાળને ખરતા રોકે છે. તો એલોવીરા વાળને મોઈશ્ચર આવે છે. આવો જાણીએ કેવી રીતે આપણે આ બંનેનો ઉપોયગ વાળને મજબૂત બનાવવામાં કરી શકાય છે.

હેરપેક કેવી રીતે બનાવવું?
2 ચમચી આમળા પાઉડર, 3 ચમચી એલોવીરા જેલ, 1 ચમચી નાળિયેર તેલ અને 1 ઈંડું (જો લઈ શકો તો) તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને તમારા વાળ પર લગાવો. 30 મિનિટ બાદ હળવા શેમ્પૂથી ધોઈ નાખો.

આ સિવાય તમે આમળાના તેલને વાળમાં લગાવીને હળવો મસાજ કરી શકો છો. તમે એલોવીરા જેલને સીધા તમારા વાળ પર લગાવી શકો છો. તમે આમળાના રસનો તમારા શેમ્પૂમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો. આ સાથે આમળા અને એલોવીરાનો જ્યુસ બનાવીને તમે ઉપયોગ કરી શકો છો.

આટલી વાતનું ધ્યાન રાખો
જો તમને આમળા કે એલોવીરાથી એલર્જી છે તો, તેનો ઉપયોગ કરવાનું ટાળો. જો તમારા વાળ વધુ ડ્રાય છે તો, નારિયેળનું તેલ વધારી શકો છો. આ સાથે તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે, આ માસ્કને તમે લાંબા સમય સુધી વાળ પર ન રાખો.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now