Home Gujarat Amit Shah To Inaugurate Development Works Worth Rs 651 Crore

અમદાવાદીઓને મળશે પાંચ નવી ભેટ : અમિત શાહ 651 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

અમદાવાદીઓને મળશે પાંચ નવી ભેટ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 08:19 AM IST

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઝુંડાલમાં રૂપિયા 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું લોકાર્પણ રહેશે.

અમદાવાદના વિકાસને વધુ ગતિ આપવા માટે આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. જેમાં થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શિલજ તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજિટેબલ માર્કેટનો શુભારંભ થાય તેવી શક્યતા છે.

સુવિધાઓને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ચેનપુર અંડરપાસનો ઉદ્ઘાટન કાર્યક્રમ પણ યોજાશે. આ અંડરપાસ માટે સ્થાનિક નાગરિકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે મુસાફરીમાં મોટી રાહત આપશે.

હાઉસિંગ પ્રોજેક્ટ અને દુકાનોનો ડ્રો
કેમ્પ સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાઉસિંગ પ્રોજેક્ટ નાગરિકોને વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન છે.

રાણીપમાં જાહેર સભા
આ પ્રસંગે અમિત શાહ રાણીપ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક કરશે. તેમની સાથે સંવાદ દ્વારા તેઓ ભાજપ સરકારના વિકાસ કાર્ય અંગે નાગરિકોને માહિતી પણ આપશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, “આ વિકાસકામો શહેરના લોકોના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવશે અને બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમદાવાદ વધુ એક પગલું આગળ વધી જશે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now