Home National Amit Shah Prediction On Mamata Banerjee Defeat West Bengal Election 2026 News

"પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસનો સફાયો નિશ્ચિત" : અમિત શાહે મમતા બેનર્જીની હારની કરી ભવિષ્યવાણી

Amit Shah prediction, Mamata Banerjee, BJP, TMC
Published by: Nirali Gohil
Last Updated: May 04, 2026, 09:00 AM IST

West Bengal Election 2026: દેશના સૌથી ચર્ચિત રાજ્યો પૈકીના એક પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં શું થશે? શું મમતા બેનર્જીનો ગઢ તૂટશે? આ પ્રશ્નો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક તાજેતરના નિવેદને રાજકીય વાતાવરણમાં ભારે ઉત્તેજના પેદા કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ વખતે રાજ્યની જનતા પરિવર્તન માટે તૈયાર છે અને ચૂંટણીના પરિણામો મમતા બેનર્જી માટે ચોંકાવનારા સાબિત થઈ શકે છે. ગૃહમંત્રીની આ આગાહીએ રાજકીય ગલીઓમાં એવી ચર્ચાઓ છેડી દીધી છે કે, શું ખરેખર બંગાળમાં સત્તાનું સમીકરણ બદલાવા જઈ રહ્યું છે?

શાહની એ ભવિષ્યવાણી વાળો વીડિયો 
હકીકતમાં આ કિસ્સો, 22 એપ્રિલ, 2026 નો છે. જ્યારે અમિત શાહે પશ્ચિમ બંગાળના દમદમમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. તેઓએ મંચ પરથી જનસંબોધનમાં આજના દિવસની ભવિષ્યવાણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભાઈઓ-બહેનો, 4 મેના રોજ સવારે કાઉન્ટિંગ ચાલુ થશે. 8 વાગ્યે બેલેટ બોક્સ ખૂલવાની શરૂઆત થશે. 9 વાગ્યે પહેલો રાઉન્ડ, 10 વાગ્યે બીજો રાઉન્ડ, 1 વાગ્યે કાઉન્ટિંગ પૂરું અને દીદી ટાટા ગુડબાય. આજે જ્યારે વોટની ગણતરી થઈ રહી છે, ત્યારે તેમના નિવેદનનો એક-એક શબ્દ ભાજપના સમર્થકોની વચ્ચે વાયરલ થઈ રહ્યો છે. 

ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ
ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, પશ્ચિમ બંગાળની કુલ 294 સીટમાંથી અત્યાર સુધી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી 178 સીટ પર મજબૂતાઈથી આગળ ચાલી રહી છે. મમતા બેનરજીની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 92 સીટ પર સમેટાઈ જશે તેવું લાગી રહ્યું છે. 178 નો જાદુઈ આંકડો બહમતને પાર પહોંચી ગયો છે. જેનાથી ભાજપા ખેમામાં જશ્નનો માહોલ છવાયો છે. શાહની ભવિષ્યવાણી અને આ આંકડાની વચ્ચે તાલમેલે બંગાળની જનતાને ચોંકાવી દીધા છે. 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં શાહની રાણનીતિ સામે થાપ ખાઇ ગયા 'દીદી' : ફરી ભાજપ માટે ચાણક્ય સાબિત થયા અમિત શાહ

સંઘર્ષ અને ભાજપની રણનીતિ

પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પક્ષના ટોચના નેતૃત્વથી લઈને સ્થાનિક કાર્યકરો સુધી બધા જ અત્યારે રાજ્યમાં સત્તા પરિવર્તનનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે. અમિત શાહના નિવેદન બાદ ભાજપના સ્થાનિક નેતાઓ પણ વધુ આક્રમક બન્યા છે. શાહના દાવા મુજબ, બંગાળમાં ભાજપનો ગ્રાફ જે રીતે ઉપર જઈ રહ્યો છે તે દર્શાવે છે કે મમતા બેનર્જીના દાયકાઓ જૂના ગઢમાં હવે તિરાડ પડી ચૂકી છે.

તૃણમૂલ કોંગ્રેસ માટે કપરા ચઢાણ?

બીજી તરફ, અમિત શાહની આ આગાહી પર તૃણમૂલ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. ટીએમસીના નેતાઓનું કહેવું છે કે ભાજપ માત્ર હવા બનાવવા માટે આવા નિવેદનો કરે છે, પરંતુ જમીની વાસ્તવિકતા અલગ છે. જોકે, અમિત શાહના આત્મવિશ્વાસને જોતા સ્પષ્ટ જણાય છે કે ભાજપ અત્યારે સમગ્ર ધ્યાન પશ્ચિમ બંગાળ પર કેન્દ્રિત કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના આંકડા અમિત શાહની આ આગાહી પર મહોર લગાવે છે કે પછી મમતા બેનર્જી ફરી એકવાર બાજી પલટવામાં સફળ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now