Home Gujarat Amit Shah Gifted Development Works Worth 1507 Crore To Ahmedabad

અમિત શાહએ અમદાવાદને આપી ₹1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ : આનંદીબેનના જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન, 2036 ઓલિમ્પિક અંગે આપ્યું મોટું નિવેદન

અમિત શાહએ અમદાવાદને આપી ₹1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Dec 07, 2025, 12:25 PM IST

Amit Shah on Ahmedabad visit : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ₹1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શહેરના સર્વાંગી વિકાસ માટેના અનેક કામોની આ સાથે સત્તાવાર શરૂઆત થઈ. આ પ્રસંગે તેઓએ ગુજરાતની ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલની રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારીત પુસ્તક ‘ચુનૌતીયા મુઝે પસંદ હૈ’નું વિમોચન પણ કર્યું. આ પુસ્તકમાં કુલ 252 પાનાં દ્વારા આનંદીબેનનું જીવન, સંઘર્ષ, સિદ્ધિઓ અને જાહેરજીવનની સફર વિગતવાર રજૂ કરી છે.

102 નવા સહાયક ફાયરમેનને નિયુક્તિ–પત્રો અપાયા

કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 102 નવા સહાયક ફાયરમેનને નિયુક્તિ–પત્રો પણ અમિત શાહના હસ્તે આપવામાં આવ્યા. ફાયર વિભાગની ક્ષમતામાં વધારો લાવવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું છે.

'2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજોવાની છે'

અમિત શાહે ગોતા ખાતે જનસભાને સંબોધિત કરી અને રમતગમત તથા ભવિષ્યના આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ અંગે મોટા નિવેદનો આપ્યા. તેમણે કહ્યું કે, “કોમનવેલ્થ ગેમ્સ 2030 માં અમદાવાદમાં રમાવવાની છે.” વધુમાં ઉમેર્યું કે, “તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજોવાની છે. આખી દુનિયામાં દરેક રમત માટેનું ઉત્તમ અને આધુનિક સ્પોર્ટ્સ સેન્ટર અમદાવાદમાં બનવાનું છે.

''ખેલો ગુજરાતથી શરૂ થયેલી યાત્રા આજે ખેલો ઇન્ડિયા સુધી પહોંચી''

તેમણે કહ્યું કે, “ખેલો ગુજરાતથી શરૂ થયેલી યાત્રા આજે ખેલો ઇન્ડિયા સુધી પહોંચી છે.” જેમાં ગુજરાતની ભૂમિકા અને રમતગમતની દિશામાં રાજ્યના યોગદાનને તેમણે વખાણ્યું હતું. આજના કાર્યક્રમો સાથે અમદાવાદના વિકાસ, રમતગમતના ભવિષ્ય અને રાજ્યના પ્રશાસકીય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ દિવસ નોંધાયો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાને અર્પણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભની યાત્રા આજે દેશમાં ખેલો ઇન્ડિયા થકી આગળ વધી છે. જેના દ્વારા અનેક ખેલાડીઓ તેમના શરીર અને મનને મજબૂત કરી રહ્યા છે. જીતવાનું ઝનૂન અને હારમાં નિરાશ નહિ થવાના સંસ્કાર પણ ખેલકૂદથી મળી રહ્યા છે. શાહે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં અનેક રમત સંકુલ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યસ્થા થઈ છે જેના પગલે ખેલાડીઑ પાંચ કિલોમીટરની અંદર આ સુવિધાનો લાભ લઈ પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે, તેમણે જગ્યાના સદઉપયોગ માટે અમદાવાદ શહેરને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ,યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ 2030ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી 2029 માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને 13 જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે 2036 ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી: ગુજરાત સ્પેસ સેક્ટરમાં મોટું પગલું

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!: 30 મહિનાની લાંબી રાહ જોયા બાદ શહેરનો આ બ્રિજ હવે અંતિમ ચરણમાં!

ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી સુરતીઓને મળશે મુક્તિ!

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!: ગાયત્રી ગેસના ગ્રાહકોએ હવે ગોડાઉન પર ધક્કા ખાવા નહીં પડે, ઘરે બેઠા મળશે ડિલિવરી

વડોદરાવાસીઓ માટે ખાસ સૂચના!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ: ડિજિટલ અને પરંપરાગત માધ્યમોના સમન્વયથી ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળશે!

સરકાર અને પ્રજા વચ્ચે અતૂટ વિશ્વાસનો સેતુ એટલે માહિતી વિભાગ

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:: ગુજરાત બન્યું ‘ગ્રીન એન્ડ વાઈલ્ડ’, સિંહોની સંખ્યા 891 પર પહોંચી, રતનમહાલમાં વાઘનું આગમન

પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ:

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!: ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી: વડોદરા ગેસ લિમિટેડના એડમિન જીગ્નેશ ગોહિલનું નિવેદન

પુરવઠો પૂરતો છે, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી!

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?: સુરત-રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ગૃહમાં રજૂઆત

જનતાના ટેક્સના પૈસા વકીલો પાછળ કેમ?

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ: વેરો ન ભરનારાઓના નળ કનેક્શન કપાતા મિલકતધારકોમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકાની લાલ આંખ

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ: ઘરના ચૂલા ઠર્યા, શ્રમિકોનું વતન તરફ સામૂહિક પલાયન

સુરતમાં રાંધણ અને કોમર્શિયલ ગેસની કમઠાણ

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી: મધુનગર-માંજલપુરમાં યુવકને મરાયો ઢોર માર, મહિલા બચાવવા આજીજી કરતી રહી, આજવા રોડ પર કાર પલટી

વડોદરામાં સામાન્ય અકસ્માત બાદ હિંસક મારામારી

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ: રેસ્ક્યુ બાદ વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ

વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો: LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત: ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતની ઐતિહાસિક સિદ્ધિ; 'ક્લાયમેટ એક્શન ટ્રેકર' લૉન્ચ કરનાર દેશનું પ્રથમ રાજ્ય

અર્જુન મોઢવાડીયાની મોટી જાહેરાત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો: વેરાવળ સેશન કોર્ટ દ્વારા 5 આરોપી દોષિત

બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં મોટો ચુકાદો

હિંમતનગર નકલી પોલીસ કાંડ: અફીણના બહાને બોલાવી 8 લાખ પડાવ્યા, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

હિંમતનગર નકલી પોલીસ કાંડ

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત: 'શિવાલિક' અને 'નંદા દેવી' LPG સાથે મુંદ્રા પોર્ટ પર પહોંચશે

મધ્ય પૂર્વના વિવાદ વચ્ચે ભારત માટે રાહત

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર: અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર