Home National Amit Shah Dharmendra Pradhan Meeting Cjp Parliament March July 2026

CJPની 'સંસદ કૂચ' વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ : અમિત શાહ-ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ફાઈલ ફોટો AI
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2026, 01:59 PM IST

Dharmendra Pradhan: સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસે દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય અને સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ તેજ બની હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે સંસદ ભવનમાં અંદાજે સાડા ત્રણ કલાકથી વધુ સમય સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક ગૃહમંત્રીના સંસદીય કાર્યાલયમાં થઈ હોવાનું સામે આવ્યું છે, જોકે બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી સરકાર તરફથી જાહેર કરવામાં આવી નથી.

આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે NEET પેપર લીક, પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે CJP (Cockroach Janta Party) દ્વારા 'ચલો સંસદ' માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો પ્રદર્શનકારીઓ સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

દિલ્હીમાં CJP પ્રોટેસ્ટ Live : સરકારનું પ્રથમ નિવેદન - જે.પી. નડ્ડાએ કરી શાંતિની અપીલ, 'સવારથી ચાલી રહી છે વાતચીત'

વિરોધ પ્રદર્શન વચ્ચે સરકાર-પ્રદર્શનકારીઓ વચ્ચે સંવાદની શરૂઆત

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે સરકાર અને CJPના પ્રતિનિધિઓ વચ્ચે સંવાદની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળીને પોતાનું માંગપત્ર સોંપ્યું હતું. અહેવાલો મુજબ, પ્રતિનિધિમંડળે ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, હોસ્પિટલમાં દાખલ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની મુક્તિ, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર. સરકાર તરફથી પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, માંગણીઓ અંગે અંતિમ નિર્ણય જાહેર થયો નથી.

દિલ્હીમાં કડક સુરક્ષા, અનેક સ્થળોએ અથડામણ

'ચલો સંસદ' માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે અનેક સ્થળોએ બેરિકેડિંગ ગોઠવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. અહેવાલો મુજબ, ભીડને નિયંત્રિત કરવા માટે ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને કેટલાક સ્થળોએ બળપ્રયોગ પણ કરાયો. પરિણામે દિલ્હીના કેટલાક માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત થયો અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી. વિરોધ પ્રદર્શનની અસર મોનસૂન સત્રની કાર્યવાહી પર પણ જોવા મળી હતી, જ્યાં વિપક્ષે શિક્ષણ સંબંધિત મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.

જંતર-મંતર પર જમાવડા વચ્ચે શું કરી રહી છે આ બોલ્ડ હીરોઈન? : વાતો સાંભળીને વિદ્યાર્થીઓ પણ મુકાયા અચરજમાં

બેઠકના રાજકીય અર્થ પર અટકળો, સત્તાવાર સ્પષ્ટતા બાકી

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચેની લાંબી બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, ખાસ કરીને ત્યારે જ્યારે શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પ્રણાલીને લઈને દેશવ્યાપી ચર્ચા ચાલી રહી છે. જોકે, બેઠક બાદ કોઈ સત્તાવાર બ્રીફિંગ આપવામાં આવ્યું નથી અને તેમાં CJPના વિરોધ, સંસદની વ્યૂહરચના કે અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા થઈ હતી કે નહીં તે અંગે સરકાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now