Home International American Airlines Plane Helicopter Crash All 64 People Died

USA: વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર : કોઈ ના બચ્યું

USA: વિમાન દુર્ઘટનાના દુઃખદ સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 07:04 AM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સત્તાવાર જણાવ્યું કે આર્મી હેલિકોપ્ટર અને અમેરિકન એરલાઈન્સના વિમાનની દુર્ઘટનામાં તમામ 64 લોકોના મોત થયા છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, “બંને વિમાન પોટોમેકના બર્ફીલા પાણીમાં ક્રેશ થયા અને ડૂબી ગયા. આ એક મોટી દુર્ઘટના છે. અમારા દરેક સંસાધનોનો ઉપયોગ કરીને આખી રાત શોધ અને બચાવ કામગીરી હાથ ચાલુ રહી. દુર્ભાગ્યે, કોઈ બચ્યું નથી.

રશિયા સહિત ઘણા દેશોના લોકો મૃત્યુ પામ્યા
ટ્રમ્પે કહ્યું કે, આ દુર્ઘટનામાં રશિયા સહિત અન્ય દેશોના નાગરિકોના પણ મોત થયા છે.

25 વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક વિમાન દુર્ઘટના
આ અકસ્માતને અમેરિકાના છેલ્લા 25 વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક વિમાન દુર્ઘટના માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે પોટોમેક નદીના બર્ફીલા પાણીમાંથી ઓછામાં ઓછા 28 મૃતદેહોને કાઢવામાં આવ્યા. વોશિંગ્ટન નજીક રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પેસેન્જર પ્લેન આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયા પછી નજીકની પોટોમેક નદીમાં પડ્યા અને પછી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક