Home International American Airlines Plane Helicopter Collide In Washington More Than 18 Death Confirm

USAમાં પ્લેન દુર્ઘટના : 19ના મૃતદેહ બહાર કાઢ્યા

USAમાં પ્લેન દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 07:59 AM IST

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર પ્લેન યુએસ આર્મીના હેલિકોપ્ટર સાથે અથડાઈને પોટોમેક નદીમાં પડ્યું. આ પ્લેનમાં લગભગ 64 લોકો સવાર હતા, જેમાંથી 4 ક્રૂ મેમ્બર હતા. BNOના રિપોર્ટ અનુસાર અકસ્માત બાદ 4 લોકોને બચાવી લેવાયા છે. બચાવ અભિયાન દરમિયાન નદીમાંથી 19 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.

અમેરિકન એરલાઈન્સનું આ વિમાન કેન્સાસના વિચિટાથી ઉડી રહ્યું હતું અને વોશિંગ્ટન ડીસી તરફ આવી રહ્યું હતું. રનવે પર લેન્ડિંગ દરમિયાન આ પ્લેન આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્લેન અચાનક જમણી તરફ નમ્યા બાદ તેમાં આગ લાગી અને પછી તે નદીમાં પડ્યું.

પોલીસનું નિવેદન
ડીસી પોલીસે સ્પષ્ટતા કરી કે મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ (એમપીડી) હેલિકોપ્ટર આ અકસ્માતમાં સામેલ નથી. આ ઈમરજન્સીની સ્થિતિમાં, MPD રાહત અને બચાવ કાર્યમાં અન્ય એજન્સીઓને સહકાર આપી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
ઘટના સમયે હાજર કેટલાક લોકોએ મીડિયાને જણાવ્યું કે "જ્યારે પ્લેન જોવા મળ્યું ત્યારે તે સામાન્ય દેખાતું હતું. પરંતુ થોડી જ સેકન્ડોમાં તે 90 ડિગ્રીથી વધુ નમ્યું અને અથડાયા પછી અચાનક તેની નીચેથી તણખા નીકળવા લાગ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક