Home International American Airlines Flight Carrying Dozens Crashes Into Washington Dcriver

અમેરિકામાં મોટી પ્લેન દુર્ઘટના! : વોશિંગટન DCમાં હેલિકોપ્ટર સાથે અથડાયું US એરલાઈન્સનું વિમાન, 19ના મોત

અમેરિકામાં મોટી પ્લેન દુર્ઘટના!
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 06:20 AM IST

Plane Helicopter Crash in America: નવા વર્ષને હજી એક મહિનો પણ પૂર્ણ નથી થયો ત્યાં સુધીમાં પ્લેન ક્રેશના એક બાદ એક ઘાતક બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં અમેરિકાના વોશિંગટન DCમાં આ વર્ષનો સૌથી ચોંકાવનારી પ્લેનક્રેશની ઘટના બની છે. અમેરિકાના રીગન નેશનલ એરપોર્ટ પર M-HAWK હેલિકોપ્ટર અને અમેરિકન એરલાઇન્સનું પ્લેન હવામાં ટકરાયા હોવાના સમાચાર છે. જેનો આઘાતજનક વીડિયો સામે આવ્યો છે. ક્રેશની આ ઘટના બાદ હેલિકોપ્ટર અને પ્લેન નદીમાં ખાબક્યા છે. દુર્ઘટના સમયે વિમાનમાં 64 અને હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા. દુર્ઘટનામાં અનેક લોકોના માર્યા જવાની આશંકા છે. દુર્ઘટનાની જાણકારી મળતાં નદીમાં બચાવ અભિયાન શરૂ કરાયું છે.

ટેક્સાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રુઝે કર્યું ટ્વિટ
આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. ટેક્સાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રુઝે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે હું DCA ખાતે સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને કાલે FAA તરફથી વધુ માહિતી મળશે. જોકે અમને હજુ સુધી ખબર નથી કે વિમાનમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ અમને ખબર છે કે કેટલાક લોકોના મોત થયા છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ હોવાથી કૃપા કરીને બધા માટે પ્રાર્થના કરો.

બુધવારે રાત્રે 9 વાગ્યે વોશિંગ્ટન એરપોર્ટ પર બની હતી આ ઘટના
પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, ફ્લાઇટ નંબર 5342 એ કેન્સાસથી ઉડાન ભરી હતી. બુધવારે રાત્રે 9 વાગ્યે વોશિંગ્ટન એરપોર્ટ પર રનવે 33 નજીક પહોંચતી વખતે સૈન્ય હેલિકોપ્ટર સાથે અથડાયું. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે લશ્કરી હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો હતા અને કોઈ વીઆઈપી નહોતા.

ફાયર અધિકારીઓએ આંખો દેખ્યો અહેવાલ આપ્યો
તમને જણાવી દઈએ કે બ્લેક હોક 15 લોકોને લઈ જઈ શકે છે. અમેરિકન એરલાઇન્સે પોસ્ટને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી ચિંતા વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યો માટે છે. અમે અધિકારીઓના સંપર્કમાં છીએ અને બનતી મદદના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે વર્જિનિયામાં રીગન નેશનલ એરપોર્ટ નજીક પોટોમેક નદીમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું.

શું બની છે સમગ્ર ઘટના?
કેન્સાસના રિપબ્લિકન સેનેટર રોજર માર્શલના જણાવ્યા અનુસાર વિમાનમાં લગભગ 60 મુસાફરો હતા. તેમણે ટ્વીટ કર્યું કે, “આજે રાત્રે અમને એક માઠા સમાચાર મળ્યા જે ફક્ત એક દુઃસ્વપ્નથી ઓછા ન કહી શકાય. હું સ્થાનિક અને રાષ્ટ્રીય અધિકારીઓનો સંપર્ક કરી રહ્યો છું અને જવાબો મેળવવા માંગુ છું અને આ બધું કેવી રીતે બન્યું તે વિશે વધુ માહિતી મેળવવાનું ચાલુ રાખીશ. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ક્રેશના કારણની તપાસ કરશે.

એરલાઇન્સે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, જો તમને લાગે કે કોઈ પ્રિયજન ફ્લાઇટ 5342 પર સવાર છે, તો અમેરિકન એરલાઇન્સને 800-679-8215 પર ટોલ-ફ્રી પર કૉલ કરો, યુ.એસ. બહારના લોકો ફોન કરવા માટે તમે news.aa.com ની મુલાકાત લઈ શકો છો. કેનેડા, પ્યુઅર્ટો રિકો અથવા યુએસ વર્જિન આઇલેન્ડ્સમાં રહેતા પરિવારના સભ્યો સીધા 800-679-8215 પર કૉલ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક