Home International America Missouri Skydive Plane Crash 12 Dead

અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, 12 લોકોના મોત : સ્કાઈ ડાઈવિંગ કરવા ઉપર જઈ રહ્યા હતા, જાણો ક્યારે-કેવી રીતે-ક્યાં થયું ક્રેશ?

Plane Crash
Published by: Viral Patel
Last Updated: Jun 15, 2026, 04:05 AM IST

Plane Crash: અમેરિકામાં એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો છે, જેમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત મિઝુરીમાં બટલર મેમોરિયલ એરપોર્ટ પાસે સ્થાનિક સમય અનુસાર રવિવારે સવારે આશરે ૧૧:૩૦ વાગ્યે થયો હતો. વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો સ્કાઈ ડાઈવર્સ (Sky divers) હતા, જેઓ સ્કાઈ ડાઈવિંગ માટે આકાશમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમનું પ્લેન ક્રેશ થઈને નીચે રોડ કિનારે ખુલ્લા મેદાનમાં ખાબક્યું હતું અને ધડાકા સાથે તેમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે પ્લેનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા.

પેટ્રોલિંગ ટીમે અકસ્માતની પુષ્ટિ કરી

મિઝુરી હાઈવે પેટ્રોલિંગ ટીમના સાર્જન્ટ જસ્ટિન ઇવિંગે આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પેસિફિક એરોસ્પેસનું P-750 સ્કાઈ ડાઈવિંગ પ્લેન ક્રેશ થયું છે. ઈમરજન્સી સર્વિસને આ દુર્ઘટનાની માહિતી મળી હતી. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. એક પણ મુસાફરનો જીવ બચાવી શકાયો ન હતો. વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. બટલર પોલીસ ડિપાર્ટમેન્ટ અને બેટ્સ કાઉન્ટી શેરિફ ઓફિસના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

હોર્મુઝ પર નાકાબંધી હટશે? : અમેરિકા-ઈરાન કરારના 14 મુદ્દા સામે આવ્યા, શું બદલાશે મધ્ય પૂર્વમાં?

અકસ્માતની તપાસ સેફ્ટી બોર્ડ કરશે

આ પ્લેન ક્રેશ બટલર કેન્સાસ સિટીથી 65 માઈલ દક્ષિણમાં આવેલા બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક થયું હતું. ઘટનાસ્થળે પહોંચતા જ રસ્તાને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) કરશે. FAA રેકોર્ડ મુજબ, અકસ્માતનો ભોગ બનેલું પ્લેન 'પેસિફિક એરોસ્પેસ 750XL' વર્ષ 2010માં બનેલું સિંગલ-એન્જિન ટર્બોપ્રૉપ પ્લેન છે. તેનો ઉપયોગ સ્કાઈ ડાઈવિંગ માટે થાય છે. આ સિવાય તે કાર્ગો (સામાન હેરફેર), એરિયલ સર્વે અને મેડિકલ ઈવેક્યુએશન (તબીબી કટોકટી)માં પણ કામ આવે છે.

પ્રાઈવેટ એરપોર્ટ પરથી પ્લેને ઉડાન ભરી હતી

આ સ્કાઈ ડાઈવિંગ પ્લેન 17 લોકોનું વજન ઉપાડવા માટે સક્ષમ છે. વળી, જે એરપોર્ટ પાસે આ અકસ્માત થયો તે એક પ્રાઈવેટ એરપોર્ટ છે, જ્યાંથી આશરે 30 જેટલા વિમાનો ફ્લાય કરે છે. જેમાં ક્રોપ ડસ્ટિંગ (પાક પર દવા છાંટનારી) કંપનીઓ અને સ્કાઈ ડાઈવ ઓપરેટર્સ સામેલ છે. બટલર શહેરની વસ્તી આશરે 4300 છે અને બેટ્સ કાઉન્ટીમાં 17,000 લોકો રહે છે. આ વિસ્તારમાં સ્કાઈ ડાઈવિંગ માત્ર 8 થી 9 મહિના જ થાય છે, જેની સીઝન માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં શરૂ થાય છે અને ઓક્ટોબર કે નવેમ્બર સુધી ચાલે છે.

ટ્રમ્પના 80મા બર્થડે પર અમેરિકા-ઈરાન ડીલ : ઈરાને આ રીતે બગાડી 'કેક'ની મજા

કંટ્રોલ ગુમાવવો અકસ્માતનું કારણ

બેટ્સ કાઉન્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર અને કાર્યવાહક એરપોર્ટ મેનેજર ડેનિસ જેકબ્સના જણાવ્યા અનુસાર, ઉડાન ભરતાની સાથે જ વિમાન ડાબી બાજુ વળ્યું હશે, જેના કારણે પવનના દબાણને લીધે વિમાનની શક્તિ (પાવર) ઓછી થઈ ગઈ અને પાયલટે તેને લેન્ડ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેનો વિમાન પરથી કંટ્રોલ (નિયંત્રણ) છૂટી ગયો હતો. વિમાન ખૂબ જ ઝડપથી નીચેની તરફ ખાબક્યું અને જમીન સાથે અથડાતા જ તેમાં આગ લાગી ગઈ. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ મુસાફરે વિમાનમાંથી છલાંગ લગાવી હોય તેવા કોઈ સંકેત મળ્યા નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now