Home International America Doge Chief Elon Musk Warns About Us Bankruptcy Leads Tension For President Donald Trump

મસ્કે મીડિયા સમક્ષ મુકી એક વાત : ટ્રમ્પ આવી ગયા ચિંતામાં

મસ્કે મીડિયા સમક્ષ મુકી એક વાત
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2025, 05:58 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ ખર્ચમાં કાપ મૂકવા માટે બનાવવામાં આવેલી એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી એટલે કે (DOGE)ના વડા ઈલોન મસ્કે એક ચેતવણી જારી કરી છે જેણે ટ્રમ્પને ચિંતામાં મુકી દિધા છે.  ઈલોન મસ્કે વ્હાઇટ હાઉસ ખાતે પ્રમુખ ટ્રમ્પ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે જો અમેરિકા પોતાનું બજેટ નહીં ઘટાડે તો દેશ નાદાર બની શકે છે. આનાથી ટ્રમ્પ ચિંતામાં આવી ગયા.

મસ્કે આવું કેમ કહ્યું?
ડોજેના વડા ઈલોન મસ્કે ખાસ કરીને યુએસ બજેટ ખાધમાં વધારો કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે ગત નાણાકીય વર્ષમાં 1.8 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી. "સંઘીય ખર્ચ ઘટાડવો એ હવે કોઈ વિકલ્પ નથી, પરંતુ જરૂરિયાત છે".  સત્તા સંભાળ્યા પછી થોડા જ દિવસોમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાના સંઘીય ખર્ચમાં કાપ મૂકવાના હેતુથી વહિવટી આદેશો બહાર પાડ્યા હતા. પરંતુ ટ્રમ્પની નીતિઓના કારણે ફેડરલ એજન્સીઓ બંધ થઈ અને કર્મચારીઓને ઘર ભેગા કરી દિધા. અને અંતે આ નિર્ણયોને યુ. એસ.ની ઘણી કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. વિપક્ષી નેતાઓ અને કેટલાક સામાજિક સંગઠનોએ તેને "સત્તાનો દુરુપયોગ" ગણાવ્યો છે અને ટ્રમ્પ વહિવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે.

ઈલોન મસ્ક પર ઉઠ્યા સવાલ
આ વિવાદ વચ્ચે મસ્ક પર પણ કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, કારણ કે મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ પણ છે અને તેમના યુએસ સરકાર સાથે ઘણા મોટા કરાર છે. વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં આ વિશે પૂછવામાં આવતા મસ્કે કહ્યું કે તેઓ સંપૂર્ણ પારદર્શિતા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક