એલન મસ્ક ભલે અત્યારે અમેરિકી સરકારમાં મહત્વની ભૂમિક ભજવતા હોય પરંતુ વિદેશમાં તેમની રીતસર મજાક ઉડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી લંડનમાં એલોન મસ્કને ટાંકીને ઘણા પોસ્ટરો સામે આવ્યા છે, જેનાથી તેમના ટીકાકારોને ઘણી ખુશી થઈ છે. ટેસ્લાના સીઇઓ એલોન મસ્કની તીવ્ર ટીકા કરતી ગોરિલા સ્ટાઈલની જાહેરાતો લંડનના ટ્યુબ સ્ટેશન અને બસ સ્ટોપ્સ જેવા ઘણા જાહેર સ્થળો પર જોવા મળી છે. પોસ્ટરમાં બ્રિટિશ રમૂજની ઝલક સાથે એલોન મસ્કની તસવીર પણ દર્શાવવામાં આવી છે.
આકર્ષક વન-લાઇનર્સ સાથે આ ગ્રાફિક્સવાળા પોસ્ટરો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને તેના નાઝી વલણની આકરી ટીકા કરે છે. તાજેતરમાં, એક રેડિટ વપરાશકર્તાએ યુકેની રાજધાની લંડનના ઘણા વિસ્તારોમાં મસ્ક વિરોધી પોસ્ટરોની તસવીરો લીધી હતી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
એલન મસ્કના પોસ્ટરમાં શું લખ્યું હતું?
લંડનમાં એક પોસ્ટરમાં લખેલું છે, "X marks the rot. Delete your account," આ લાઇન વપરાશકર્તાઓને એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X છોડવા માટે પ્રેરિત કરે છે. એલન મસ્કની ઓટો કંપની ટેસ્લાને નિશાન બનાવતી અન્ય એક જાહેરાતમાં લખ્યું છે, "Tesla: The Swasticar. 3 સેકન્ડમાં 0 થી 1939 સુધી જાય છે. આ ઉપરાંત, એલોન મસ્કનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં એલોન મસ્કે એક હાવભાવ કર્યો છે કે લોકો નાઝી સલામી સાથે સરખામણી કરી રહ્યા છે.
એલન મસ્કના પોસ્ટર ક્યારે અને કોણે લગાવ્યા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ તમામ પોસ્ટરો કોણે લગાવ્યા તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જો કે, કેટલાક રેડિટ વપરાશકર્તાઓ અનુસાર, લંડનમાં ગયા મહિનાથી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ તમામ પોસ્ટરો ત્યારે પ્રકાશમાં આવ્યા છે જ્યારે એલોન મસ્કને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીમાં તેમના નેતૃત્વ માટે યુનાઇટેડ સ્ટેટ્સ તેમજ અન્ય દેશોમાં ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
London running an orchestrated campaign against @elonmusk, Tesla and X. Millions of Pounds of people’s tax money going to buy expensive spaces to spew hate, venom and frustration; a sign of losing battle by the globalists. pic.twitter.com/61Ppo8WhD1
— Khalid Umar (@ukilaw) March 13, 2025





