Home Gujarat Amc Takes Strict Action Against Illegal Construction In Paldi Area Of Ahmedabad

અમદાવાદના પાલડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર AMC ની કડક કાર્યવાહી : મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પાડ્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર AMC ની કડક કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 11:08 AM IST

Ahmedabad Municipal Corporation Action: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા પાલડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગેરકાયદે બાંધકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદના બંગલાનું અનધિકૃત બાંધકામને તોડી પાડવાની પ્રક્રિયા આજે શરૂ કરાઈ હતી. આ કામગીરને લઈને આજુબાજુના વિસ્તારમાં તંગ વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.

કેમ મુસ્તુફા માણેકચંદનો બંગલો તોડી પડયો ?

મળતી માહિતી અનુસાર આ કેસની શરૂઆત 2025માં થઈ હતી, જ્યારે મુસ્તુફા માણેકચંદ એ નૂતન સર્વોદય સોસાયટીમાં 11માંથી 9 બંગલાઓ ડૉ. દિલીપ મોદી પાસેથી ખરીદ્યા હતા. આ વિસ્તાર અશાંત વિસ્તાર અધિનિયમ (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ) હેઠળ આવે છે, જેમાં મિલકતોની વેચાણ માટે સરકારી મંજૂરી જરૂરી છે. આ મંજૂરી વિના થયેલા વેચાણને કારણે બાંધકામને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2025માં ગુજરાત હાઈકોર્ટે સ્ટેટસ ક્વોનો આદેશ આપ્યો હતો, જેના કારણે તોડકામ અટકી પડ્યું હતું. જોકે, તાજેતરમાં કોર્ટે સ્ટે હટાવી લીધો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે AMCને કાર્યવાહી કરવાની તક મળી છે. આ સોસાયટી કોચરબ આશ્રમની પાછળ આવેલી છે અને તેના કારણે વિસ્તારની ઐતિહાસિક મહત્વને પણ અસર થઈ રહી છે.

AMCની સઘન કાર્યવાહી

આજે AMCની ટીમ અને પોલીસ કાફલો નૂતન સર્વોદય સોસાયટી પહોંચ્યા હતા. બુલડોઝર અને અન્ય મશીનરીની મદદથી બંગલાના અનધિકૃત ભાગને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું . AMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બાંધકામમાં માર્જિન અને બિલ્ડિંગ કોડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં વધારાના માળ અને વિસ્તરણનો સમાવેશ થાય છે. સ્થાનિક ધારાસભ્યએ પત્ર લખ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને પછી તંત્ર એક્શન માં આવ્યું હતું.

પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા

કોઈ પણ પ્રકારના વિરોધ કે હિંસાને રોકવા માટે આખા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસના 50થી વધુ જવાનો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અમદાવાદમાં ચાલી રહેલા વ્યાપક અભિયાનનો ભાગ છે, જેમાં જમાલપુર, ઘાટલોડિયા અને અન્ય વિસ્તારોમાં પણ તોડકામ કરવામાં આવ્યું છે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે, આવી કાર્યવાહીથી નિયમોનું પાલન વધશે અને શહેરની સુરક્ષા સુનિશ્ચિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now