logo-img
Amc Presents Revised Budget For The Year 2026 27

AMCનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ : રૂ. 18,518 કરોડનું જંગી બજેટ મંજૂર, કરદાતાઓ માટે રાહતરૂપ લેવાયો નિર્ણય

AMCનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 10, 2026, 12:38 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27 માટેનું સુધારેલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથે રૂ.18,518 કરોડનું જંગી બજેટ મંજૂરી માટે રજૂ કર્યું હતું, જેને સ્વીકારવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટની સરખામણીમાં રૂ. 1,500 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ અગાઉ વિવાદાસ્પદ બનેલી કતલખાના સંબંધિત દરખાસ્ત પરત ખેંચીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત

અમદાવાદ શહેરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. ત્રાગડ ક્રોસિંગ પાસે રિસ્ટ્રિક્ટેડ હાઇટનો અંડરપાસ બનાવાશે. દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર ચાર રસ્તા પાસે ફ્લાયઓવરબ્રિજ બનાવાશે. થલતેજ વોર્ડમાં થલતેજ ચાર રસ્તા નજીક અંડરપાસનું આયોજન કરવામાં આવ્યું છે. ચાંદલોડિયા વોર્ડમાં TP-72 અને TP-233 પાસે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે અંડરપાસ બનાવાશે. AMCની વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન માટે સ્પેશિયલ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. ચેરમેનના બજેટમાં રૂ.10 લાખ અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાં રૂ.5 લાખનો વધારો મંજૂર થયો છે. શહેરના આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિકોલ વોર્ડમાં રૂ. 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ બનાવાશે. ઉપરાંત શહેરમાં હયાત તમામ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ નેટવર્કના રીહેબિલિટેશન માટે રૂ. 115 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કરદાતાઓ માટે રાહતરૂપ નિર્ણય લેવાયો

છેલ્લા ત્રણ વર્ષથી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે 10% ના બદલે 12% રિબેટ મળશે, જ્યારે ઑનલાઇન ટેક્સ ભરનારને 15% રિબેટનો લાભ મળશે. શહેરના પર્યાવરણ અને જીવનશૈલી સુધારવા માટે ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂ. 10 કરોડના ખર્ચે વર્લ્ડ પાર્ક થીમ આધારિત ગાર્ડન બનાવાશે. YMCA ક્લબથી એસ.પી. રિંગ રોડ સુધીના રસ્તાનું PPP મોડલ હેઠળ વિકાસ કરવામાં આવશે. AMCના 100 ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર રાખવાની યોજના છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂ. 5 કરોડના ખર્ચે બોનસાઈ ગાર્ડન બનાવાશે. અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જિમ અને AMC વિસ્તારમાં ડોગ શેલ્ટર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now