Home Gujarat Ambalal Patels Forecast Of Storms Rain

અંબાલાલ પટેલે કરી 'આકાશી આફત'ની આગાહી : ''વાવાઝોડું અને.., ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય...,પૂર જેવી પરિસ્થિતિ...''

અંબાલાલ પટેલે કરી 'આકાશી આફત'ની આગાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 12:10 PM IST

ગુજરાતમાં વર્તમાન હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અંબાલાલ પટેલે એક અગત્યની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, હાલમાં સોમાલિયા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં પ્રવેશી રહ્યા છે અને અંદાજે દોઢ કિલો મીટર ઊંચાઈએ ગતિશીલ બની દક્ષિણ ચીન સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે. આ પવનવાહિની એક શક્તિશાળી વાવાઝોડું ઊભું કરી રહી છે. પરિણામે બંગાળના ઉપસાગર તરફથી આવતી હવામાન સિસ્ટમો પર અસર પડે છે અને તે ભારતના આંતરિક ભાગોમાં વરસાદ લાવી શકે છે.


ગાજવીજ સાથે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હાલમાં જે વાવાઝોડું દક્ષિણ ચીન સમુદ્ર તરફ જઈ રહ્યું છે. જો પાછા ફરીને બંગાળના ઉપસાગર તરફ આવે તો તે પુનઃ સક્રિય બની શકે છે અને ત્યારપછી બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ ઊભી થઈ શકે છે, જેમાં લો-પ્રેશરના કારણે ડીપ ડિપ્રેશન પણ સર્જાઈ શકે છે.


આ વિસ્તારોમાં વરસાદ ખાબકશે

તેમણે આગાહી છે કે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટના પહેલા સપ્તાહ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમોના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. મહીસાગર, સાબરકાંઠા, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાવાની પણ શક્યતા છે, એટલે જ સાવચેતી રાખવી અગત્યની છે.


વરસાદનો વધુ એક રાઉન્ડ!

હાલ કાતરા નામની જીવાત (ઈયળ) જોવા મળે છે અને જેનું જીવનચક્ર લગભગ 27 દિવસનો હોય છે. ગામઠી માન્યતાઓ અનુસાર જ્યારે આ જીવાતનું જીવન પુરું થવાની નજીક હોય ત્યારે વરસાદ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now