Home Gujarat Ambalal Patel Predicts Widespread Rain In Gujarat

અંબાલાલ પટેલે કરી સાર્વત્રિક વરસાદની આગાહી : 'સિસ્ટમ સક્રિય...' આ ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકશે

અંબાલાલ પટેલે કરી સાર્વત્રિક વરસાદની આગાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 11:44 AM IST

Ambalal Patel Prediction: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ વધુ એક આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ મધ્ય પ્રદેશથી આગળ વધી રહી છે અને તેની અસર સીધી ગુજરાત પર પડે તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 8 ઇંચથી 12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.


આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ આ સિસ્ટમ પછી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં, ભારે વરસાદની શક્યતા રહેશે. તેની સાથે સાથે મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને સુરત જેવા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.રાજકોટ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો પણ આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આવશે અને ત્યાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.


ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

તેમણે કહ્યું કે, ''6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડશે. ત્યારબાદ થોડા દિવસ માટે વરસાદ વિરામ લઈ શકે છે''. ઑગસ્ટના બાકીના દિવસોમાં પણ ફરીથી સારો વરસાદ થઈ શકે તેવી શક્યતા અંબાલાલ પટેલે જણાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now