Home Gujarat Ambalal Patel Made A Big Prediction

ઉત્તર ગુજરાત કડકડતી ઠંડી માટે તૈયાર રહે! : '20 ડિસેમ્બર પછી ગુજરાતમાં...', અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ઉત્તર ગુજરાત કડકડતી ઠંડી માટે તૈયાર રહે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 12:29 PM IST

Ambalal Patel prediction : ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એક મહત્વપૂર્ણ હવામાન અનુમાન રજૂ કર્યું છે, જે મુજબ આવતા થોડાંક દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો અહેસાસ વધુ થતાં લોકો માટે સાવધાની રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાત ઠંડી માટે તૈયાર રહે!

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 'ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે સારી ઠંડક રહેવાની શક્યતા છે. પાટણ, સમી અને હારીજ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં સવારના સમયમાં ઠંડીની અસર વધુ અનુભવાશે'. પરંતુ બીજી તરફ, આકાશમાં વાદળો ન રહેતા તડકો તીવ્ર પડવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે કે, સવારે શાલ–જેકેટ અને બપોરે AC–પંખા ચલાવવાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. રાજ્યમાં હાલ જે "એક દિવસમાં બે મોસમ" જેવી સ્થિતિ છે, તે યથાવત̈ રહે તેવી શક્યતા છે.

22 ડિસેમ્બર પછી રાજ્યમાં આકરી ઠંડી પડશે!

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 20 ડિસેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ ગુજરાતની નજીક આવશે. જેના કારણે 22 ડિસેમ્બર પછી રાજ્યમાં આકરી ઠંડી પડવાની શક્યતા છે. એટલે કે, ક્રિસમસ નજીક આવતા હવામાનમાં મોટો પલટો જોવા મળશે અને શિયાળાની તીવ્રતા વધશે. રાજ્યના હવામાનમાં આવનારા આ ફેરફારોને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ લોકોને સવારે ગરમ કપડાં અને બપોરે તડકાથી બચવા યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now