Home Gujarat Ambalal Patel January Weather Forecast

Gujarat Weather : આગામી દિવસોમાં ઠંડી ભૂક્કા બોલાવશે, નવા વર્ષમાં અંબાલાલની ધ્રુજાવી દેતી આગાહી

Gujarat Weather
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 07:15 AM IST

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. પવનના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તાપમાન વધારો થતા ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ઠંડીની આગાહી કરતા જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. રાજ્યમાં આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે ઠંડી પડવાની સંભાવના છે. તેમજ વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ અને નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન:
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. જાન્યુઆરીની શરૂઆતમાં તાપમાન સામાન્ય રહેશે. ત્યારબાદ ચાર જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. જાન્યુઆરીના મધ્યમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now