Home Gujarat Ambaji Temple Darshan Time Change Summer Gujarat

અંબાજી મંદિરનાં સમયમાં થયો છે ફેરફાર : જાણો કયા સમયે કરવા દર્શન

અંબાજીના મંદિરમાં થયો ફેરફાર
Published by: Niraj Chokshi
Last Updated: Apr 19, 2026, 02:30 AM IST

ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રખ્યાત શક્તિ પીઠ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા અને સુરક્ષા બંનેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે આ નવો સમય જાહેર કર્યો છે. આજથી આ નવા સમયનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

દર્શન અને આરતીનો સમય

સવારે 7થી 7:30 વાગ્યા સુધી થશે આરતી

7:30થી 10:45 સુધી દર્શન

12:30થી 1:00 વાગ્યા સુધી ચાલશે રાજભોગ આરતી

01:00થી 4:30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન

સાંજે 07:00થી 07:30 વાગ્યા સુધી થશે આરતી

સાંજે 07:30થી 09:00 વાગ્યા સુધી કરી શકાશે દર્શન

ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી નિર્ણય

અંબાજી વિસ્તારમાં ઉનાળામાં તાપમાન ઊંચું રહે છે, જેના કારણે ભક્તોને મુશ્કેલી ના પડે તે માટે દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરના સમયમાં તીવ્ર ગરમી હોય છે અને ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહે છે જેથી ભક્તોના આરોગ્ય પર અસર ના પડે તે માટે લેવાયો નિર્ણય.

ભક્તો માટે સૂચનો

નવી સમયસૂચી અનુસાર દર્શન માટે પહેલેથી યોજના બનાવવી

ગરમીથી બચાવ માટે તૈયારી રાખવી

પાણી, ટોપી અને અન્ય જરૂરી વસ્તુઓ સાથે રાખવી

ભીડ ટાળવા યોગ્ય સમય પસંદ કરો

વહેલી સવારે અથવા સાંજે દર્શન કરવું વધુ અનુકૂળ રહેશે.

મંદિર ટ્રસ્ટની તૈયારી

મંદિર ટ્રસ્ટે પણ ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે.

કતાર વ્યવસ્થામાં સુધારો કર્યો છે.

પીવાના પાણીની પણ સુવિધા કરી છે.

આરોગ્ય અને સુરક્ષા માટે સ્ટાફ તૈનાત કર્યો છે.

ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરમાં દર્શન અને આરતી સમયમાં કરાયેલા ફેરફારો ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ભક્તોએ મંદિર જતાં પહેલા નવી સમયસૂચી જાણી લેવી જરૂરી છે, જેથી તેઓ સરળતાથી અને આરામથી દર્શન કરી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now