Home Gujarat Ambaji Marble From Banaskantha Gets Gi Tag

બનાસકાંઠાના અંબાજી માર્બલને મળ્યો GI Tag : અંબાજી શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક બન્યું

બનાસકાંઠાના અંબાજી માર્બલને મળ્યો GI Tag
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 13, 2025, 11:01 AM IST

Ambaji Marble GI Tag : બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે.

અંબાજી માર્બલ માટેની આ નોંધણી Ambaji Marbles Quarry and Factory Associationના નામે કરવામાં આવી છે, જેમાં Stone Artisan Park Training Institute (SAPTI), Commissioner of Geology and Mining, અને Collector, Banaskanthaની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે. આ સિધ્ધિ બદલ કલેકટરશ્રીએ બનાસ વાસીઓ અને અંબાજી માર્બલ ક્વોરી અને ફેક્ટરી એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા.

અંબાજી માર્બલનું વિશેષ મહત્વ

અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઈમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્ત કૌશલ્યનું પ્રતીક છે.

જી.આઇ. ટેગ શું છે? કોણ આપે છે?

ભૌગોલિક સંકેત (GI) એ એવું પ્રમાણપત્ર છે, જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદને આપવામાં આવે છે, જે તે વિસ્તારની ભૂગોળ, માટી, પરંપરા અથવા કુદરતી લક્ષણો પર આધારિત હોય. ભારતમાં GI ટેગ ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) હેઠળ, ચેન્નાઇ સ્થિત જીઆઇ રજિસ્ટ્રી ઓફિસ દ્વારા આપવામાં આવે છે.

GI ટેગ મળવાથી થનારા ફાયદા

વિશ્વસ્તરીય ઓળખ: “Ambaji Marble” તરીકે વૈશ્વિક બજારમાં અનન્ય બ્રાન્ડ ઇમેજ મળશે.

નકલી ઉત્પાદનો સામે સુરક્ષા: અન્ય વિસ્તારોના માર્બલને અંબાજી માર્બલ તરીકે વેચી શકાશે નહીં.

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન: રોજગાર, ખાણકામ અને ફેક્ટરી ક્ષેત્રે નવી તકો વધશે.

નિકાસમાં વધારો: વિદેશી માર્કેટમાં વિશ્વાસ અને માંગ બંને વધશે.

પરંપરાગત કૌશલ્યનું જતન: સ્થાનિક કલાકારો અને કારીગરોના હસ્તકૌશલ્યને નવી માન્યતા મળશે.

દિલ્હીમાં બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહને જી.આઇ. ટેગ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહને જી.આઇ. (ભૌગોલિક ઓળખ) ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ: યુદ્ધની ભયંકર અસર

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી: કમિટીએ UCCનો ફાઈનલ રિપોર્ટ CMને સોંપ્યો. જાણો ક્યારે થશે ગૃહમાં રજૂ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ