Home National-International Amazon Warehouse Tuberculosis Outbreak Uk News

Amazonના વેરહાઉસમાં ફેલાઈ 'વિક્ટોરિયન બીમારી : અનેક કર્મચારીઓ સંક્રમિત થતા સાઈટ બંધ કરવાની માગ

Amazonના વેરહાઉસમાં ફેલાઈ 'વિક્ટોરિયન બીમારી
Published by: Offbeat Team
| Last Updated: Jan 18, 2026, 08:43 AM IST

યુનાઈટેડ કિંગડમની કોવેન્ટ્રી સિટીમાં આવેલા Amazonના ફુલફિલમેન્ટ સેન્ટરમાં Tuberculosis (ટીબી) એટલે કે ક્ષયના અનેક કેસોની પુષ્ટિ થતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ઘણીવાર 'Victorian Disease' (વિક્ટોરિયન બીમારી) તરીકે ઓળખવામાં આવે છે. આ સમાચાર સામે આવ્યા બાદ કર્મચારીઓની આરોગ્ય સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. BBCના અહેવાલ મુજબ GMB Union દ્વારા આ વેરહાઉસમાં ટીબીના કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સાઈટ પર આશરે 3000 જેટલા કર્મચારીઓ કાર્યરત છે અને યુનિયને સંક્રમણ અટકાવવા માટે તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની માંગ ઉઠાવી છે.

શું છે Amazonનો પક્ષ?

Amazon કંપનીએ સ્વીકાર્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં ટીબીના 10 કેસો સામે આવ્યા હતા જેની ઓળખ વર્ષ 2025માં કરવામાં આવી હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ત્યારથી અત્યાર સુધી કોઈ નવો કેસ નોંધાયો નથી. કંપની હાલ NHS અને UK Health Security Agency (UKHSA)ના માર્ગદર્શન હેઠળ સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચલાવી રહી છે. Amazonનું કહેવું છે કે તેઓ સ્વાસ્થ્ય એજન્સીઓના નિર્દેશોનું કડક પાલન કરી રહ્યા છે અને આ કેસો બિનચેપી છે. સાઈટ હાલમાં સામાન્ય રીતે ચલાવવામાં આવી રહી છે અને તમામ અસરગ્રસ્ત કર્મચારીઓને સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.

વેરહાઉસ બંધ કરવા સાંસદ અને યુનિયનની ઉગ્ર માગ

UKHSA વેસ્ટ મિડલેન્ડ્સના ડોક્ટર રોજર ગજરાજ મુજબ સંક્રમિત કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે એન્ટિબાયોટિક્સ દ્વારા ટીબીનો સંપૂર્ણ ઇલાજ શક્ય છે. જોકે GMB Unionએ માંગ કરી છે કે જ્યાં સુધી સ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી વેરહાઉસ બંધ કરી તમામ 3000 કર્મચારીઓને ફૂલ સેલરી સાથે ઘરે મોકલવા જોઈએ. કોવેન્ટ્રી સાઉથના સાંસદ ઝારા સુલ્તાનાએ પણ કંપનીની ટીકા કરતા કહ્યું કે અનેક કેસો હોવા છતાં સાઈટ બંધ ન કરવી તે ગંભીર ભૂલ છે. તેમણે આરોપ લગાવ્યો કે કંપની કર્મચારીઓની સુરક્ષા કરતા કામને વધુ મહત્વ આપી રહી છે.

બ્રિટનમાં ટીબીના કેસોમાં મોટો ઉછાળો

NHSની માર્ગદર્શિકા મુજબ ટીબીના મુખ્ય લક્ષણોમાં સતત ખાંસી, થાક, તીવ્ર તાવ, ભૂખ ન લાગવી અને વજન ઘટવાનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે UKHSAના આંકડા દર્શાવે છે કે 2024 દરમિયાન બ્રિટનમાં ટીબીના કેસોમાં 136%નો ધરખમ વધારો જોવા મળ્યો હતો જેમાં આશરે 5500 લોકો અસરગ્રસ્ત થયા હતા. હાલમાં એમેઝોન સાઈટ પર સ્વાસ્થ્ય એજન્સીઓ સાથે મળીને વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી સંક્રમણના ફેલાવાને અટકાવી શકાય.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!