Home Sports Aman Yadav Created A Stir In The Vijay Merchant Trophy Hitting Centuries In 5 Out Of 6 Matches And Scoring More Than 750 Runs

ભારતીય ક્રિકેટને મળ્યો નવો સ્ટાર! : વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અમન યાદવે મચાવ્યો હડકંપ, 6 મેચમાંથી 5માં ફટકાર્યા શતક અને બનાવ્યા 750 થી વધુ રન

ભારતીય ક્રિકેટને મળ્યો નવો સ્ટાર!
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 12:10 PM IST

Aman Yadav Vijay Merchant Trophy: કહેવાય છે ભારતમાં ક્રિકેટની રમત ને ખુબ જ પ્રાધાન્ય અપવામાં આવે છે. માતા-પિતા પોતાના બાળકને નાનપણથી જ ક્રિકેટ બતાવવાનું અને રમાડવાનું શરૂ કરી દે છે. દરેક બાળકનું સપનું મોટા થઈને ક્રિકેટર બનવાનું જ હોય છે. કેટલાક બાળકો ક્રિકેટ પાછળ તમતોડ મેહનત કરતાં હોય છે ત્યારે કોઈને સફળતા મળે છે અને કોઈ ને નિષ્ફળતા. ત્યારે વાત કરીએ એવા જ એક ઊભરતા ક્રિકેટરની જેને તાજેતરમાં જ વિજય મર્ચન્ટ ટ્રોફીમાં હડકંપ મચાવ્યો છે. અસમ અંડર-16 ટીમના કેપ્ટન અમન યાદવે 6 મેચમાં 5 શતક અને 750 થી વધુ રન બનાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અસમ અંડર-16 ટીમની કેપ્ટનશીપ કરતા અમન યાદવે એવું પર્ફોર્મ કર્યું છે કે આખા દેશનું ધ્યાન તેની તરફ ખેંચાઈ ગયું છે.

વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અમનનો દબદબો

અંડર-16 લેવલની આ પ્રતિષ્ઠિત રેડ બોલ ટૂર્નામેન્ટમાં 30 ટીમો ભાગ લે છે, પરંતુ અમન યાદવ બાકીના તમામ ખેલાડીઓથી બિલકુલ અલગ દેખાય છે. 6 મેચમાં 5 શતક લગાવવું કોઈ સામાન્ય વાત નથી, ખાસ કરીને જ્યારે તમે તમારી ટીમના કેપ્ટન પણ હો. અમને અત્યાર સુધી 8 ઇનિંગ્સમાં 749 રન બનાવ્યા છે અને તેની સાથે જ તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયા છે.

દરેક મોટી ટીમ સામે મોટી ઇનિંગ

અમન યાદવે લગભગ દરેક મજબૂત ટીમ સામે પોતાના બેટની તાકાત બતાવી છે. બંગાળ સામે તેણે 100 રન ફટકાર્યા. ઝારખંડ સામે 114 રનની ઇનિંગ રમી. કેરળ સામે તો અમન પૂરી રીતે હાવી થયા અને 173 રનની શાનદાર ઇનિંગ રમી, જે આ સિઝનમાં તેનો સૌથી મોટો સ્કોર છે. મુંબઈ જેવી મજબૂત ટીમ સામે તેણે નોટ આઉટ 166 રન બનાવ્યા, જ્યારે છત્તીસગઢ સામે પણ 108 રન બનાવીને નોટ આઉટ પરત ફર્યા. આ ઇનિંગ્સથી સ્પષ્ટ છે કે અમન માત્ર નાની ટીમો સામે જ નહીં, પરંતુ મોટા ક્રિકેટિંગ રાજ્યો સામે પણ ટકીને રમે છે.

કેપ્ટનશીપમાં પણ બતાવ્યો ક્લાસ

અમન યાદવ માત્ર રન મશીન જ નથી, પરંતુ એક જવાબદાર કેપ્ટન પણ છે. તેની કેપ્ટનશીપમાં અસમ અંડર-16 ટીમ અત્યાર સુધી વિજય મર્ચન્ટ ટ્રોફીમાં અજેય રહી છે. અમન પોતે આગળથી લીડ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમ માટે દીવાલ બનીને ઊભો રહે છે. આ જ કારણ છે કે તેની ટીમમાં આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે.

રિયાન પરાગે કહ્યું ભારતીય ક્રિકેટનું ભવિષ્ય

અસમમાંથી જ નીકળીને ટીમ ઈન્ડિયા સુધી પહોંચેલા રિયાન પરાગ પણ અમન યાદવના રમતથી ખૂબ પ્રભાવિત છે. રિયાને અમનની ઇનિંગ્સને સોશિયલ મીડિયા પર શેયર કરતાં તેને “ભારતીય ક્રિકેટનું ભવિષ્ય” કહ્યું છે. આ કોઈ યુવા ખેલાડી માટે ખૂબ મોટી વાત છે, જ્યારે સીનિયર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તેની પ્રશંસા કરે.આ યુવા પ્રતિભા ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે ઉજ્જવળ સંકેત છે. અમન યાદવ જેવા ખેલાડીઓથી દેશને નવી આશા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now