Home Entertainment Aman Jayswal Died In Truck Accident In Mumbai

ટ્રકની ટક્કરે લીધો કલાકારનો જીવ : નથી રહ્યાં અમન જયસ્વાલ

ટ્રકની ટક્કરે લીધો કલાકારનો જીવ
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 06:00 AM IST

મુંબઈના જોગેશ્વરીમાં એક માર્ગ અકસ્માતમાં ટીવી એક્ટર અમન જયસ્વાલનું મોત નિપજ્યું. કહેવાય છે કે અમન માત્ર 23 વર્ષનો હતો. ટીવી શો ધરતીપુત્ર નંદિનીમાં અભિનેતા અમન જયસ્વાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે બાઇક પર ઓડિશન આપવા જઇ રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેને ટક્કર મારી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને બાલા સાહેબ ઠાકરે ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

બલિયાના હતા અમન
આપને જણાવી દઈએ કે અમન જયસ્વાલ UPના બલિયાનો રહેવાસી હતા. અમને કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. પછી ઘણા ટીવી શોમાં સાઈડ એક્ટરનો રોલ કર્યો હતો. 2023ના જાણીતા શો 'ધરતીપુત્ર નંદિની'થી તે ફેમસ થયો હતો.

ટીવી ઈન્ડિસ્ટ્રીના લોકોએ જતાવ્યું દુઃખ
અમનના અવસાનથી તેના ચાહકોને પણ આઘાત લાગ્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now