Home International All India Muslim Jamaat Issues Fatwa Regarding New Year Celebrations

હેપ્પી ન્યુ યર કહેવા પર પ્રતિબંધ : મુસ્લિમ સમાજ માટે ન્યુ યર સેલિબ્રેશનને લઈને ફતવો જાહેર કર્યો

હેપ્પી ન્યુ યર કહેવા પર પ્રતિબંધ
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2024, 07:16 AM IST

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત દ્વારા એક ફતવો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના યુવક-યુવતીઓને નવા વર્ષની ઉજવણી ન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. નવા વર્ષે અન્ય લોકોને અભિનંદન પાઠવવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ જણાવ્યું છે કે, આ નવા વર્ષનો અર્થ 'અંગ્રેજી વર્ષ'ની શરૂઆત માનવામાં આવે છે.

આ મામલે ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, રઝવીએ જણાવ્યું છે કે, આ ફતવો ચશ્મે દરફ્તા બરેલી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકોને નવા વર્ષની ઉજવણીમાં ભાગ ન લેવા અપીલ કરવામાં આવી છે. આ મામલે રાજવીએ આગળ જણાવ્યું હતું કે, 'નવા વર્ષની ઉજવણી કરનારા યુવક-યુવતીઓ માટે આ ફતવામાં કહેવાયું છે કે નવું વર્ષ ઉજવવું એ કોઈ ગર્વની વાત નથી.

ધ સેટેનિક વર્સીસ પુસ્તકના વેચાણથી મુસ્લિમ સંગઠનો નારાજ
મુસ્લિમ સંગઠનોએ લેખક સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક 'ધ સેટેનિક વર્સીસ'ના ભારતમાં વેચાણ શરૂ થવાની આકરી નિંદા કરી છે અને કેન્દ્ર સરકારને તેના પર પ્રતિબંધ જાહેર કરવાની પણ માંગ કરી છે.

ભારત દેશના મુસ્લિમોના મુખ્ય સંગઠન જમીયત ઉલમા-એ-હિંદ (એએમ)ના ઉત્તર પ્રદેશ એકમના કાયદાકીય સલાહકાર મૌલાના કાબ રશીદીએ ભારતમાં રશ્દીના પુસ્તકના પુનઃ વેચાણ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ''જો અભિવ્યક્તિની સ્વતંત્રતાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે તો તે કાયદાકીય રીતે અપરાધ છે. ધ સેટેનિક વર્સીસ એ નિંદાથી ભરેલું પુસ્તક છે. જે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આવા વિવાદાસ્પદ પુસ્તકનું વેચાણ કરાઈ રહ્યું છે, આ વાત કોઈપણ સ્વરૂપે સ્વીકારી શકાય નહીં. આ ભારતના બંધારણની ભાવનાથી વિરુદ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video