Home Entertainment Akshay Kumar Suniel Shetty Welcome To The Jungle Bts Gujarati

'સુનીલ ભલે શાંત લાગે પણ ખૂબ મસ્તીખોર છે' : અક્ષય કુમારે ખોલ્યા સેટના રહસ્યો

Akshay and Sunil Shetty shared stories from the shoot
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 24, 2026, 05:14 AM IST

ફિલ્મ હિટ કે ફ્લોપ પછીની વાત, અઢી વર્ષ સાથે કામ કરીને ખાસ સંબંધ બન્યો

બોલિવૂડની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome to the Jungle) માત્ર કલાકારો માટે એક મોટી ફિલ્મ નથી, પરંતુ યાદો અને સંબંધોની એક સુંદર સફર બની રહી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીએ ફિલ્મ સાથે જોડાયેલા મજેદાર કિસ્સાઓ શેર કર્યા હતા. અક્ષયે જણાવ્યું કે આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવું એક પિકનિક જેવો અનુભવ હતો, જ્યાં શૂટિંગની સાથે ભારે ધમાચકડી પણ થઈ હતી.

અક્ષય કુમારે આ ફિલ્મ સાઇન કરવાનું સૌથી મોટું કારણ આપતા જણાવ્યું કે, આ ફિલ્મની વાર્તા નીરજ વોરાએ લખી હતી, જેમની સાથે તેમના જૂના સંબંધો રહ્યા છે. અક્ષયે તેમની સાથે લગભગ 8-9 ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, અક્ષય આશરે 11-12 વર્ષ પછી પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલા સાથે ફરી કામ કરી રહ્યા છે, જેને લઈને તેઓ ખૂબ ઉત્સાહિત હતા.

સેટ પર સુનીલ શેટ્ટી અને અરશદ વારસીની તોફાની મસ્તી

જ્યારે સેટ પર સૌથી વધુ તોફાની કોણ હતું તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે અક્ષય કુમારે હસતાં હસતાં સુનીલ શેટ્ટીના રહસ્યો ખોલ્યા હતા. અક્ષયે કહ્યું, "અન્ના (સુનીલ) બહારથી ભલે શાંત લાગે, પણ અંદરથી હંમેશાં એ જ વિચારતા હોય છે કે કોની સાથે મજાક કરવી. જો તમે તમારા ચપ્પલ બહાર છોડી દીધા, તો કદાચ તે તમને પાછા ન પણ મળે! પ્લાનિંગ બધું એમનું હોય છે અને કામ અમારી પાસે કરાવે છે."

બીજી તરફ, સુનીલ શેટ્ટીએ પણ સ્વીકાર્યું કે લગભગ 16 વર્ષ પછી તેમની આ પ્રકારે વાપસી થઈ છે. સેટ પર 30-35 કલાકારો એકસાથે હોય ત્યારે કામ કરવું સરળ નથી હોતું. સુનીલે જણાવ્યું કે સેટ પર સૌથી મુશ્કેલ કામ પોતાનું હસવું રોકવાનું હતું, ખાસ કરીને જ્યારે અરશદ વારસી મસ્તી શરૂ કરી દેતા હતા.

આ પણ વાંચો: કોમેડી કિંગ અક્ષય કુમારનો નવો રેકોર્ડ | 10 ફિલ્મો 100 કરોડ ક્લબમાં, ટૂંક સમયમાં રિલીઝ થશે 'વેલકમ ટુ ધ જંગલ' | Offbeat Stories

અક્ષય કુમારથી 10-15 ફૂટ દૂર રહેવાની સુનીલની સલાહ!

સુનીલ શેટ્ટીએ અક્ષય કુમારની ઓન-ધ-સ્પોટ કોમેડી અને એનર્જીના વખાણ કરતા એક મજેદાર સલાહ આપી હતી. સુનીલે કહ્યું, "અક્ષય સાથે કામ કરતી વખતે ક્યારેય ખબર નથી પડતી કે તે આગલી ક્ષણે શું કરશે. તે અચાનક ડાયલોગ બદલી નાખે છે કે નવી મજાક ઉમેરી દે છે. જો સેટ પર તમારો સામાન સલામત રાખવો હોય, તો અક્ષયથી 10-15 ફૂટનું અંતર જાળવી રાખવું સારું! પોતાનો ફોન કે ઘડિયાળ તેની નજીક ન રાખવા." જોકે, સુનીલે ઉમેર્યું કે અક્ષયની આ જ એનર્જી ફિલ્મને અદ્ભુત બનાવે છે.

અઢી વર્ષની સફર અને ભવિષ્યનો પ્લાન

ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી કઈ વસ્તુ સૌથી વધુ યાદ આવશે, તેના જવાબમાં અક્ષય કુમારે જણાવ્યું કે તેઓ આ આખા અનુભવને મિસ કરશે. અઢી વર્ષ સુધી સાથે કામ કર્યા પછી તમામ કલાકારો વચ્ચે એક ખાસ બોન્ડ બની ગયું છે. હવે આખી ટીમની યોજના એવી છે કે ફિલ્મ પૂરી થયા પછી બધા સ્ટારકાસ્ટ સાથે બેસીને આ ફિલ્મ નિહાળશે. અક્ષયે અંતમાં ભાવુક થતા કહ્યું કે, ફિલ્મ હિટ જશે કે ફ્લોપ તે પછીની વાત છે, પરંતુ આ અઢી વર્ષમાં બનેલા સંબંધો હંમેશાં ખાસ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now