Home Entertainment Ajay Devgn Birthday Actor Once Got Stuck In Crowd Then His Father Veeru Devgan

હુમલામાં અજયને બચાવવા પિતા વિરૂ દેવગણ : લાવ્યા હતા 150થી 200 લોકો

હુમલામાં અજયને બચાવવા પિતા વિરૂ દેવગણ
Published by: OBS Bureau
Last Updated: Mar 31, 2025, 07:14 PM IST

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે. આ એક્ટરને ઈન્ડસ્ટ્રીના સિંઘમ પણ કહેવામાં આવે છે. પરંતુ આજે અમે તમારા માટે એક કહાની લાવ્યા છીએ કે જ્યારે તેઓ હજારો લોકોની ભીડમાં ફસાયેલા હતા ત્યારે તેઓએ પિતાને બોલાવ્યા અને પિતાએ જીવ જોખમમાં મૂકીને અજય દેવગણને બચાવ્યો હતો.

અજય દેવગણે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે તેઓ ઘણી વખત લોકો સાથે લડ્યા છે. ક્યારેક તેઓએ બીજાને માર્યા પણ છે તો ક્યારેક ખુદે પણ માર ખાદો છે.

સાજિદ ખાનની ઉપસ્થિતિમાં આ વાતમાં ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે એકવાર તે અજય સાથે જીપમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો.

સાજિદે કહ્યું કે એ વખતે સાંકડી ગલીમાંથી બહાર આવી રહ્યાં હતા. ત્યારે જ જીપ સામે એક બાળક દેખાયું. જોકે, અજયે બ્રેક લગાવી દીધી હતી અને બાળકને કોઈ ઈજા થઈ નહોતી. પણ લોકોએ અમને ઘેરી લીધા.

આ પછી બધાએ સાજિદ અને અજયને માર મારવાનું શરૂ કર્યું. ત્યારે જ અભિનેતાના પિતા વીરુજીને આ વિશે ખબર પડી અને તેઓ લગભગ 150થી 200 લોકોની સાથે પોતાના દીકરાને બચાવવા પહોંચ્યા.

સાજિદ ખાને એમ પણ કહ્યું હતું કે અજયના પિતાએ ત્યાં પહોંચીને ફિલ્મી ડાયલોગ આપ્યો હતો. તેમણે કહ્યું, જેણે પણ મારા દીકરાને હાથ લગાવ્યો તે સામે આવે. થોડીવાર પછી અમે મામલો શાંત થયો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now