Home Utilities Airtel Offers Free Perplexity Pro Worth 17000

હવે તો Airtel યુઝર્સને જલસા! : કંપની આપી રહી છે, 17,000 રૂપિયાનું સબસ્ક્રિપ્શન તદ્દન ફ્રી..! જાણો કેવી રીતે કરવું Claim

હવે તો Airtel યુઝર્સને જલસા!
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2025, 06:32 AM IST

જો તમે Airtel યુઝર છો, તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની Airlet એ એક શાનદાર ઓફર લોન્ચ કરી છે. હવે Airtel ના 36 કરોડ ગ્રાહકો (મોબાઇલ, વાઇ-ફાઇ કે ડીટીએચ યુઝર્સ) ને એક વર્ષ માટે Perplexity Pro AI ટૂલનો ફ્રીમાં ઉપયોગ કરવાનો મોકો મળી રહ્યો છે. આ સબ્સ્ક્રિપ્શનની કિંમત 17,000 રૂપિયા છે. પરંતુ આ Airtel યુઝર્સને મફતમાં ઓફર કરવામાં આવી રહી છે.

Perplexity Pro શું છે?

Perplexity વિશે વાત કરીએ, તો તે એક AI પાવર્ડ સર્ચ અને આન્સર એન્જિન છે. તે રીયલ ટાઈમમાં ક્લીયર અને રીસર્ચ બેઝ્ડ જવાબો આપે છે. આની સૌથી સારી વાત એ છે કે તે સામાન્ય બોલચાલની ભાષામાં જવાબો આપે છે. Perplexity Pro તેનું એડવાન્સ વર્ઝન છે. તેમાં પ્રોફેશનલ્સ અને હેવી યુઝર્સ માટે ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવેલા છે.

ડેઇલી પ્રો સર્ચ સુવિધા, GPT-4.1, Claude જેવા પાવરફુલ AI મોડેલ્સની ઍક્સેસ, ઇમેજ જનરેશન, ડોક્યુમેન્ટ અપલોડ અને એનાળીસના ઓપ્શન્સ મળે છે. Perplexity Labs એક અનોખું સાધન છે જે તમને તમારા આઈડીયાને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરે છે.

Airtel યુઝર્સને ફ્રીમાં Perplexity Pro કેવી રીતે મેળવી શકે છે?

  • આ માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તમારે માત્ર Airtel Thanks એપ ડાઉનલોડ કરવી પડશે અને અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • આ બાદ Airtel Thanks App ઓપન કરો અને લોગિન કરો. Rewards સેક્શનમાં જાઓ અને Perplexity Pro પર ક્લિક કરો.

  • Claim Now ઓપ્શન પર ક્લિક કરો અને આગળ વધો. તમારું રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી નાખ્યા બાદ, તમને એક OTP પ્રાપ્ત થશે.

  • OTP નાખીને ફ્રી એક્સેસ કોડનો ક્લેમ કરો. Perplexity એપ ખોલો અને તે જ ઇમેઇલ ID નાખો. આ બધું કર્યા પછી, OTP દાખલ કરો અને કોડ સાથે લોગિન કરો. હવે તમે 12 મહિના માટે Perplexity Pro નો એકદમ ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now