Home International Air India Will Provide Wifi In Domestic Flights

હવામાં મળશે WiFi : હજારો કિમી ઊંચે આકાશમાં મળશે WiFiની મજા, એર ઈન્ડિયાએ શરૂ કરી નવી સર્વિસ

હવામાં મળશે WiFi
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2025, 02:39 PM IST

હવે હવામાં મળશે WiFiની સુવિધા. ડોમેસ્ટિક ફ્લાઈટમાં સફર કરતા મુસાફરો પણ આકાશમાં ઈન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરી શકશે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ 2025ના પહેલા દિવસે જ આ સુવિધાની શરૂઆત કરી છે. હવાઈ યાત્રિકોન એર ઈન્ડિયાએ આ મોટી ભેટ આપી છે. ફલાઈટમાં એર ઈન્ડિયા ફ્રી WiFi આપશે. હાલમાં એરબસ A350, બોઈંગ 789-0 અને ચુનિંદા અન્ય એરબસ વિમાનોમાં WiFi સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 10 હજાર ફીટની ઉંચાઈ પર યાત્રિકોને આ સુવિધા મળશે.

આટલા ડિવાઈસ કરી શકાશે કનેક્ટ?
તમે તમારા મોબાઈલ, લેપટોપમાં આ WiFiનો ઉપયોગ કરી શકશો. એકસાથે તમે તમારા એક કરતા વધુ ડિવાઈસમાં WiFi કનેક્ટ કરી શકશો. IOS અને એન્ડ્રોઈડ ફોનમાં WiFiની સુવિધા મળશે. મોટી વાત એ છે કે,આ માટે યાત્રિકોએ અલગથી કોોઈ ચાર્જ નહીં આપવો પડે.

એર ઈન્ડિયા ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપુર જેવા ઈન્ટરનેશનલ રૂટ પર આ સુવિધા પહેલાથી આપી રહ્યું છે. જો કે, ડોમેસ્ટિકમાં સફર કરનારા યાત્રિકોને આ સુવિધા પહેલીવાર મળવા જઈ રહી છે. હાલ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટાટા ગ્રુપની આ એરલાઈન ધીમે ધીમે અન્ય વિમાનમાં આ સુવિધા આપવાની યોજના બનાવી રહી છે.

ફ્લાઈટમાં ઈન્ટરનેટ સુવિધાથી થશે ફાયદો
પહેલા સુરક્ષાના કારણોથી ફ્લાઈટમાં ઈન્ટરનેટની સુવિધા નહોતી આપવામાં આવતી. પરંતુ હવે ટેક્નોલોજી ઘણી એડવાન્સ થઈ રહી છે. જેમાંથી મુસાફરોને ફ્લાઈટમાં ઈન્ટરનેટ કનેક્શન આપવામાં આવી રહ્યું છે. કારણ કે યાત્રિકોને ઘણીવાર ફ્લાઈટમાં ઈન્ટરનેટની જરૂર રહે છે. અનેક મુસાફરોને જરૂરી મેઈલ ચેક કરવાના હોય છે કે પછી કોઈ ખાસ મેસેજ કરવાના હોય છે. હવેથી આ ઈન્ટરનેટ સેવા મળતા તેમને સરળતા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ