Home Gujarat Air India Flight From Vadodara To Delhi Delayed After Passenger Claims To Have Bomb

NRI મુસાફરે CISF જવાનને કહ્યું મારી પાસે બોમ્બ છે. : માનસિક અસ્વસ્થ મુસાફરે વડોદરા એરપોર્ટ પર સર્જી અંધાધૂંધી, દિલ્હી જતી AIR INDIAની ફ્લાઇટના મુસાફરો અટવાયા ,સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

NRI મુસાફરે CISF જવાનને કહ્યું મારી પાસે બોમ્બ છે.
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2025, 03:38 PM IST

વડોદરા એરપોર્ટ પર આજે સાંજે અફરાતફરી સર્જાઈ હતી, જ્યારે દિલ્હી જતી એર ઇન્ડિયાની એક ફ્લાઇટના એક મુસાફરે CISFના સુરક્ષા કર્મીને કહ્યું કે “મારી પાસે બોમ્બ છે.” જેને પગલે તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઈ હતી. અને એરપોર્ટ પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.જોકે મુસાફર પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળતા ચેકિંગ અને જરૂરી પ્રક્રિયા બાદ ફ્લાઇટને દિલ્હી રવાના કરાઇ હતી. બોમ્બની વાત કરનાર મુસાફરને વડોદરા પોલીસે અટકાયતમાં લીધો છે. જોકે પ્રાથમિક તપાસમાં આ 51 વર્ષીય મુસાફર માનસિક રીતે બીમાર હોવાનું માલૂમ પડ્યું છે.


વડોદરા એરપોર્ટ પરથી સાંજે 5.40 વાગે દિલ્હી જઈ રહેલી એરઇન્ડિયાની ફ્લાઇટના મુસાફરોના ફેસચેકિંગ સહિતની જરૂરી સુરક્ષા ચકાસણી ચાલી રહી હતી. ત્યારે આ ચેકિંગ પ્રક્રિયા દરમ્યાન એક મુસાફરે CISFના કર્મચારીને કહ્યું કે “મારી પાસે બોમ્બ છે” બોમ્બની વાત સાંભળતાજ સતર્ક થઈ ગયેલ CISF કર્મીએ તાત્કાલિક પોતાના સાથી કર્મચારીઓ અને સિનિયરને આ મુસાફર અંગે માહિતગાર કરતાં મુસાફરને કોર્ડન કરી લીધો હતો તે સાથેજ મુસાફર હસવા લાગ્યો હતો અને હું મજાક કરું છું એવું કહેવા લાગ્યો હતો.
જોકે મુસાફરે બોમ્બની વાત કરતાં SOP મુજબ ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય તાત્કાલિક સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓને આ બબતે જાણ કરાઇ હતી. એરોદ્રામ કમિટી સાથે સંકળાયેલ તમામ એજન્સીઓ અને અધિકારીઓ તાત્કાલિક એરપોર્ટ પહોંચ્યા હતા ને નિયમાનુસાર દરેક બાબતો નું ચેકિંગ અને વેરિફિકેશન શરૂ કરાયું હતું.



સ્થાનિક પોલીસ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG, તથા સ્ટેટ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓએ તાત્કાલિક એરપોર્ટ પહોંચી સાધન ચેકિંગ કાર્યવાહી શરૂ કરી હતી. મુસાફરોના સામાનની ઊંડાણપૂર્વક તલાશી લેવામાં આવી હતી .
લગભગ એક કલાક ચાલેલા ચેકિંગ ઓપરેશન બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી નહીં મળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.સુરક્ષાની સંપૂર્ણ ખાતરી બાદ ફ્લાઇટ વિલંબથી દિલ્હી તરફ રવાના કરવામાં આવી.
જેને કારણે આ અવ્યવસ્થા સર્જાઇ, બોમ્બ હોવાની વાત કરનાર મુસાફરને સ્થાનિક પોલીસે કસ્ટડીમાં લીધો છે.



મુસાફર પાસેથી મળેલ મેડિકલ પેપર્સની તપાસ કરી રહ્યા છે:DCP પન્ના મોમાયા

વડોદરા પોલીસના ઝોન-4 ડીસીપી પન્ના મોમાયાએ “ઓફબીટ સ્ટોરીઝ” સાથે વાત કરતાં જણાવ્યું કે બોમ્બની વાત કરનાર મુસાફર પાસેથી કોઈ પણ જાતની વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તેની પાસેથી કેટલાક મેડિકલ પેપર્સ મળી આવ્યા છે જેની ચકાસણી કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ દરમ્યાન આ મુસાફર માનસિક રીતે અસ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું છે.

મુસાફરનો પરિવાર ન્યૂયોર્કમાં રહે છે. સંબંધીઓ વડોદરાના બાજવામાં

આ મુસાફરનો પરિવાર મૂળ અમેરિકાના ન્યુયોર્કમાં વસેલ છે અને તેના સંબંધી વડોદરાના બાજવામાં રહે છે. આજે તે વડોદરાથી દિલ્હી જવાનો હતો અને દિલ્હીથી તે ન્યુયોર્ક જવાનો હતો.તેની માનસિક સ્થિતિને કારણે CISF કર્મી સાથે નહિ બોલવા જેવી વાત બોલી ગયો અને મુસીબતમાં મૂકાઈ ગયો. સાથેજ અન્ય મુસાફરો અને સુરક્ષા એજન્સીઓ ને પણ ચિંતા માં મૂકી દીધી.
પોલીસ આ મુસાફરના અમેરિકા સ્થિત પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે સાથેજ વડોદરાના બાજવામાં રહેતા સગા સંબંધીઓ પણ દોડી આવ્યા હતા.
ન્યુયોર્ક અને વડોદરાથી મળેલ આ મુસાફરના દસ્તાવેજોની વડોદરા પોલીસની વિવિધ એજન્સીઓ ખરાઈ કરી રહી છે. સાથેજ આ મુસાફરના રોકાણ તથા સંપર્કો અંગે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે.
માનસિક અસ્થિર વ્યક્તિ એકલો એર મુસાફરી ના કરી શકે
જો કોઈ વ્યક્તિ માનસિક અસ્થિર હોય કે અસ્વસ્થ હોય તો તે એકલો એરોપ્લેન માં મુસાફરી કરી શકતો નાથી ,નિયમાનુસાર આવી વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ સાથે હોવો જરૂરી છે. પરંતુ આ મુસાફર માનસિક અસ્થિર હોવા છતાં એકલો દિલ્હીની ફ્લાઇટમાં સવાર થવા આવ્યો અને દિલ્હીથી ન્યુયોર્ક જવાનો હતો. જો કોઈ વ્યક્તિ તેની સાથે હોત તો તેના આ “નિર્દોષ વર્તન”ને કારણે અફરાતફરી ન ફેલાઈ હોત અને પરિસ્થિતિ સંભાળી લીધ હોત. અત્યાર સુધી ભલે આ મુસાફરે એકલા મુસાફરી કરી હશે પરંતુ હવે તે એકલો મુસાફરી નહીં કરી શકે.
નોંધ:ઓફબીટ સ્ટોરીઝ પાસે આ મુસાફરનું નામ છે પરંતુ મુસાફર માનસિક અસ્વસ્થ હોવાનું માલૂમ પડતાં આ મુસાફરના નામનો ઉલ્લેખ કર્યો નથી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની