Home Utilities Air Dry Or Blow Dry Which Is The Best Method To Dry Hair

એર ડ્રાય કે બ્લો : ડ્રાય વાળને સૂકવવાનો ક્યો ઉપાય છે સૌથી સારો

એર ડ્રાય કે બ્લો
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 03:30 PM IST

વાળને ધોયા બાદ તેને સૂકવવા ઘણી વાર મોટી જફા સમાન લાગે છે. ઘણીવાર આપણી પાસે વાળને કુદરતી રીતે સુકાવા દેવાનો સમય નથી હોતો. એટલા માટે આપણે ડ્રાયરનો ઉપયોગ કરીએ છે. અથવા તો શિયાળાનો સમય હોય કે કોઈને માથાનો દુખાવો કે સાયનસની સમસ્યા હોય તો તેમને ધોયા પછી તરત વાળ સૂકવવા જરૂરી બની જાય છે. એવામાં એક સવાલ હંમેશા સૌને સતાવે છે કે, વાળને એર ડ્રાય કરવા જોઈએ કે બ્લો ડ્રાય. આ આર્ટિકલમાં તમને એ જવાબ મળી જશે.

એર ડ્રાય
એર ડ્રાયનો મતલબ છે વાળને કોઈ સાધનની મદદ વગર કુદરતી રીતે સુકાવા દેવાના. આ તેના માટે ફાયદો કરાવે જેમને સ્વસ્થ વાળ જોઈએ છે અને જેમને વાળ લાંબા સમય ભીના રહે તો તકલીફ નથી. કુદરતી રીતે વાળ સુકાય તે વાળ માટે વધારે સારુ છે અને સાથે જ વાળમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. એટલે તે ઓછા ડ્રાય થાય છે. વાળ ખરતા અટકે છે. પરંતુ તેમાં સમય લાગી શકે છે અને ઠંડો પવન હોય કે એસી ચાલુ હોય તો તે શરદીનું કારણ બની શકે છે. આ સાથે નેચરલી સૂકવેલા વાળ ઘણીવાર વ્યવસ્થિત નથી લાગતા.

બ્લો ડ્રાય
બ્લો ડ્રાયનો અર્થ છે કોઈ સાધનની મદદથી વાળને સૂકવવા અને સ્ટાઈલ કરવા. જો તમારે પાસે સમય ઓછો છે, તો આ ટેક્નિક તમારી માટે છે. બ્લો ડ્રાય વાળને જલદી સૂકવે છે અને એક ફ્રેશ સ્ટાઈલિશ લૂક આપે છે. ખાસ કરીને તે પ્રોફેશનલ્સ માટે જરૂરી છે. પરંતુ જો તમે બ્લો કરો છો તો તેની હીટના કારણે વાળને નુકસાન થઈ શકે છે અને તૂટવાનો ખતરો વધી જાય છે.

એર ડ્રાય વર્સિસ બ્લો ડ્રાય
આપણે બંને પદ્ધતિના ફાયદા અને નુકસાન તો જોયા. જો તમારા વાળા પાતળા અને કમજોર હોય તો તેને તમે એર ડ્રાય થવા દો એ હિતાવહ છે. પરંતુ શિયાળામાં અથવા તો તમારે પ્રેઝન્ટેબલ દેખાવું હોય તો એરડ્રાય સારો ઓપ્શન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now