Home International Air Chief Marshals Meeting With Pm Modi

એર ચીફ માર્શલની PM મોદી સાથે મુલાકાત : લેવાઈ શકે છે મોટા નિર્ણય

એર ચીફ માર્શલની PM મોદી સાથે મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: May 04, 2025, 07:29 AM IST

એર ચીફ માર્શલ એ. પી. સિંહે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. હાલ પાકિસ્તાન સાથેની તણાવની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદી સતત એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યાં છે. જેમાં આજે એર ચીફ માર્શલ સાથે ખાસ મુલાકાત કરી છે.

આપને જણાવી દઈએ કે ભારતની જે પ્રમાણે તૈયારીઓ છે, તે ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે

આ પહેલા પણ ભારતીય વાયુ સેનાના લડાકુ વિમાન સુખોઈ, રાફેલ તેમજ જગુઆરે ગંગાએક્સપ્રેસ વે પર લેંડિંગ અને ટેકઓફ કર્યું હતું. આ એક્સપ્રેસનો ઉપયોગ ઈમરજન્સી સમયે વિમાનોના ટેકઓફ અને લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં હાઈવેને થોડા સમય માટે બંધ રાખીને વાયુ સેનાના ઉપયોગમાં લઈ શકાય.



જે પ્રમાણે વાયુ સેનાની તૈયારીઓ છે, શક્યતા છે કે આ વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં વાયુસેનાની પણ મોટી ભૂમિકા હોય. પરંતુ હાલ પીએમ મોદી અને એર ચીફ માર્શલ વચ્ચેની બેઠકમાં શું નિર્ણયો લેવાશે તેના પર સૌની નજર રહેશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video