Home Gujarat Ahmedabad Ahmedabad Vastrapur Waterlogging Mercedes Submerged Hyatt Hotel Alpha Mall Rain News

AMCના પાપે વરસાદે ફેરવી અમદાવાદના વસ્ત્રાપુરની પથારી : પાણીમાં ડૂબી મોંઘીદાટ મર્સિડિઝ! કોર્પોરેટ ઓફિસો, આલ્ફા મોલ સહિત આખો વિસ્તાર પાણીમાં ગરકાવ

Ahmedabad Rainfall
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jul 23, 2026, 10:21 AM IST

Ahmedabad Rainfall: અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારની હાલત બેહાલ કરી દીધી છે. શહેરના સૌથી વિકસિત અને ભાજપના ગઢ તરીકે ઓળખાતા બોડકદેવ વોર્ડમાં આવેલો આ વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે મોંઘીદાટ મર્સિડિઝ સહિત અનેક લક્ઝરી કારો પાણીમાં ફસાઈ ગઈ અને બંધ પડી ગઈ.

સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જે વસ્ત્રાપુર તળાવના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું, તેની આસપાસનો સમગ્ર વિસ્તાર જ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. સ્થાનિકોમાં AMCની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 24 જુલાઇએ તમામ શાળા-કોલેજો બંધ : ભારે વરસાદની આગાહીને પગલે AMCનો નિર્ણય

વસ્ત્રાપુર વિસ્તારમાં શહેરનો સૌથી જાણીતો આલ્ફા વન મોલ (અમદાવાદ વન મોલ) આવેલો છે. તેની આસપાસના માર્ગો પર પાણી ભરાતા અહીં હરવા ફરવા અને ખાસ કરીને શોપિંગ માટે આવતા લોકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક દુકાનો અને ખાણી-પીણીના ધંધાર્થીઓને પણ નુકસાનની ભીતિ ઉભી થઈ છે. આ જ વિસ્તારમાં આવેલી વૈભવી હયાત હોટલના મુખ્ય પ્રવેશદ્વાર બહાર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અહીં દેશ-વિદેશના મહેમાનો તેમજ VVIP મહાનુભાવોની સતત અવરજવર રહેતી હોવા છતાં પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ હોવાનું જોવા મળ્યું.

અમદાવાદમાં સતત વરસેલા ભારે વરસાદે શહેરના સૌથી પોશ અને VIP વિસ્તારોમાં ગણાતા વસ્ત્રાપુરની વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ભાજપનો ગઢ ગણાતા બોડકદેવ વોર્ડમાં આવેલો આ વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને મોંઘીદાટ મર્સિડિઝ સહિત અનેક કારો પાણીમાં બંધ પડી જતાં લોકો કલાકો સુધી હેરાન થયા. મર્સિંડિઝ કાર આખે આખી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઈમરજન્સી માટે આવતી એમ્બ્યુલન્સ પણ અહીં આવી શકે એવી પરિસ્થિતિ નથી.

હયાત હોટલ અને આલ્ફા મોલ સુધી પહોંચવું બન્યું મુશ્કેલ

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શહેરની જાણીતી હયાત હોટલ બહાર વરસાદી પાણી ભરાઈ જતાં મહેમાનોને ભારે મુશ્કેલી પડી હતી. અહીં દેશ-વિદેશના બિઝનેસમેન, વિદેશી મહેમાનો અને VVIP મહાનુભાવોની અવરજવર રહે છે. તેમ છતાં હોટલના પ્રવેશદ્વાર બહાર જ પાણી ભરાઈ જતાં AMCની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તે જ રીતે શહેરના સૌથી લોકપ્રિય શોપિંગ ડેસ્ટિનેશન પૈકીના આલ્ફા મોલ (Ahmedabad One Mall) આસપાસ પણ પાણી ભરાઈ જતા ખરીદી કરવા આવેલા લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ધોધમાર વરસાદથી ટ્રાફિક જામ : SG હાઇવે પર CMનો કાફલો પણ ટ્રાફિકમાં ફસાયો, પેલેડિયમ મોલ પાસે પોલીસે ખોલ્યો બંધ કટ

કોર્પોરેટ હબમાં પણ વરસાદી પાણીનો કબજો

વસ્ત્રાપુરના આમ્રપાલી લેક વ્યૂ બિલ્ડિંગમાં IT, Finance, Designing સહિત અનેક મલ્ટીનેશનલ અને કોર્પોરેટ ઓફિસો આવેલી છે. અહીં રોજ હજારો કર્મચારીઓ આવે છે. વરસાદી પાણી ભરાઈ જતા ઓફિસ પહોંચવામાં મુશ્કેલી પડી હતી અને વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ પણ મુશ્કેલીમાં

આલ્ફા મોલની બાજુમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં બહારગામથી અભ્યાસ માટે આવેલી યુવતીઓ રહે છે. વરસાદી પાણી ભરાતા હોસ્ટેલની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

મોંઘીદાટ કારોથી લઈને સામાન્ય વાહનો સુધી બધું જ પાણીમાં

વસ્ત્રાપુર વિસ્તારમાં પાણી એટલું ભરાઈ ગયું કે મર્સિડિઝ સહિત અનેક લક્ઝરી કારો પાણીમાં બંધ પડી ગઈ. અનેક બાઇક અને ચારચક્રી વાહનોને ટોઇંગ કરીને બહાર કાઢવાની ફરજ પડી હતી. વાહનચાલકોને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.

સ્થાનિકોમાં AMC સામે રોષ

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે મોટા બજેટની જાહેરાત થાય છે, પરંતુ જમીન પર તેની અસર જોવા મળતી નથી. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અસરકારક રીતે કાર્ય કરતી ન હોવાથી દર વર્ષે વસ્ત્રાપુરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે.

રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો વિસ્તાર

આ વિસ્તાર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીની ઓફિસ ધરાવે છે. ઉપરાંત પૂર્વ AMTS ચેરમેન અને ભાજપના કોર્પોરેટર ધરમશી દેસાઈ પણ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. રાજકીય રીતે મહત્વ ધરાવતા વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો હવે માત્ર તાત્કાલિક પાણી કાઢવાની કાર્યવાહી નહીં, પરંતુ કાયમી સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now