Home Gujarat Ahmedabad Second Accident In 24 Hours Bmw Bike Rider Dies Near Gmdc

અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત : GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત

અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 08:42 AM IST

Ahmedabad GMDC BMW Bike Accident: અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં ટ્રાફિકનું દબાણ, ઝડપ અને બેદરકારીને કારણે અકસ્માતો વારંવાર બનતા રહે છે. છેલ્લા 24 કલાકમાં બીજી મોટી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થયું છે.

માહિતી મુજબ, વેજલપુર વિસ્તારમાં રહેતો 25 વર્ષનો પાર્થ કલાલ મોડી રાત્રે પોતાની BMW બાઈક લઈને બહાર ગયો હતો. તે અંધજન મંડળ તરફથી હેલ્મેટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન GMDC ગ્રાઉન્ડની બહાર આવેલી BRTS રેલિંગ પાસે પાર્થે બાઈક અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને પૂરઝડપે રેલિંગ સાથે અથડાયું હતું.

ટક્કર એટલી જોરદાર હતી કે પાર્થને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ. ઈજા ગંભીર હોવાથી પાર્થને બચાવવાની કોઈ તક નહોતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ એકઠા થયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસ તરત જ સ્થળ પર પહોંચી અને ઘટનાની કાર્યવાહી શરૂ કરી હતી. થોડા સમય બાદ પાર્થના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા. અચાનક થયેલા આ અકસ્માતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now