Home Gujarat Ahmedabad School Threatened During Ipl Final

IPLની ફાઈનલ વચ્ચે અમદાવાદની શાળાને ધમકી : જીનિવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મળ્યો ઇ-મેલ

IPLની ફાઈનલ વચ્ચે અમદાવાદની શાળાને ધમકી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 11:52 AM IST

આજે સાંજે IPLની ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારે અમદાવાદમાં SP રિંગરોડ પર આવેલી જીનિવા લિબરલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. અને શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શાળાએ આ ધમકી અંગે પોલીસ અને DEO કચેરીને જાણ કરી છે. દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા માટે પોલીસનું ધ્યાન દોરવા ધમકી આપવામાં આવી છે.

શાળાને જે ઈ-મેલ મોકલવામાં આવ્યો છે તેમાં દુષ્કર્મ અને દહેજના કેસને લઈ વાત કરવામાં આવી છે. પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ ન કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મેલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય તે માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે. દિવિજનાં માતા-પિતા દ્વારા પુત્રવધૂ પાસે એક કરોડના દહેજની માગણી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now