Home Gujarat Ahmedabad School College Holiday 25 July 2025 Heavy Rain

અમદાવાદમાં આવતીકાલે સ્કૂલ-કોલેજ ચાલુ કે બંધ? : વરસાદનું રેડ એલર્ટ વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીનો મોટો નિર્ણય

Ahmedabad School Close
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2026, 01:52 PM IST

Ahmedabad School Close: અમદાવાદ શહેરમાં સતત ભારે વરસાદ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર પૂર્વ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર વિદ્યાર્થીઓની સલામતી અને સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શુક્રવાર, 25 જુલાઈ 2025ના રોજ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ, સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા

જાહેરનામામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ શાળાઓ અને કોલેજોએ આ રજાની જાણકારી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સુધી WhatsApp, SMS, ફોન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા તાત્કાલિક પહોંચાડવી. સાથે જ આગામી દિવસોમાં હવામાન અને વરસાદની સ્થિતિની સમીક્ષા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગળની સૂચનાઓ આપવામાં આવશે. સંસ્થાઓને માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા જણાવાયું છે.

જિલ્લા શિક્ષણાધિકારીની અપીલ

જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરી દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ આદેશનો તાત્કાલિક અને ચુસ્ત અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાલીઓને પણ અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવા અને સ્થાનિક વહીવટીતંત્ર તેમજ હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now